૧૨,૦૦૦ સ્ટાફ, ૭૧ કન્ટ્રોલરૂમ, ૬૯ વિસર્જન-સ્થળ ને ૨૦૪ કૃત્રિમ તળાવ

09 September, 2024 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવી વ્યવસ્થાની વચ્ચે ગઈ કાલે દોઢ દિવસના ગણપતિબાપ્પાનું વિસર્જન થયું સંપન્ન

પુઢચ્યા વર્ષી લવકર યા ઃ ગઈ કાલે ગિરગામ ચોપાટીમાં ગણરાયાનું વિસર્જન કરી રહેલા BMCના સ્વયંસેવકો. (તસવીર: શાદાબ ખાન)

ગણપતિબાપ્પાનું વિસર્જન કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના પાર પડે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ૧૨,૦૦૦ અધિકારીઓ-કર્મચારીઓ ગઈ કાલે દોઢ દિવસના ગણપતિના વિસર્જન માટે ખડેપગે તહેનાત રહ્યાં હતા. આ સિવાય BMCએ ૭૧ કન્ટ્રોલરૂમ, વિસર્જન કરવા માટે ૬૯ કુદરતી સ્થળો અને ૨૦૪ કૃત્રિમ તળાવ બનાવ્યાં છે. ગઈ કાલે ઘરઘરાઉ, સોસાયટી અને સાર્વજનિક મંડળોના કુલ ૫૬,૭૯૦ ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

mumbai news mumbai ganpati ganesh chaturthi brihanmumbai municipal corporation