ફેરિયાઓ પાછા ન આવે એને માટે BMC કમિશનર રસ્તા પર

02 July, 2024 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવારે દાદરમાંથી ફેરિયાઓને દૂર કર્યા બાદ ગઈ કાલે ભૂષણ ગગરાણી નિરીક્ષણ કરવા દાદર પહોંચી ગયા હતા

ભૂષણ ગગરાણી નિરીક્ષણ કરવા દાદર પહોંચી ગયા હતા

ફુટપાથ અને રસ્તાઓ પર ખાસ કરીને સ્ટેશન પાસેના વિસ્તારોમાં પથારો પાથરીને બેસી જતા ગેરકાયદે ફેરિયાઓ સામે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ગઈ કાલે પણ કાર્યવાહી ચાલુ રહી હતી. ગયા અઠવાડિયાથી એણે આખા શહેરમાં ફેરિયાઓની ખિલાફ ઍક્શન લેવાનું શરૂ કર્યું છે.

શનિવારે BMCએ દાદર-વેસ્ટમાં કાર્યવાહી કરી ફેરિયાઓને હટાવ્યા હતા. આ જ પ્રકારની કાર્યવાહી ફેરિયાઓથી ધમધમતા અંધેરી-ઈસ્ટ, બાંદરામાં હિલ રોડ, બોરીવલી, મલાડ-ઈસ્ટ રેલવે સ્ટેશન પાસે અને ફોર્ટના દાદાભાઈ નવરોજી રોડ પર કરાઈ હતી. જોકે BMCની કાર્યવાહી પછી ફેરિયાઓ પાછા આવી જતા હોવાથી આ વખતે BMC કમિશનર ગંભીર છે અને આ જ કારણસર શનિવારે દાદરના ફેરિયાઓ સામે કરેલી કાર્યવાહી પછી ફરી પાછા ફેરિયાઓ બેઠા છે કે નહીં એની જાતચકાસણી કરવા ગઈ કાલે તેઓ દાદર પહોંચી ગયા હતા. જોકે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે એક પણ ફેરિયો બેઠો નહોતો. 

brihanmumbai municipal corporation mumbai mumbai news