04 February, 2023 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ બજેટની રજુઆત કરતા (તસવીર : અનઘા સાવંત)
એશિયા (Asia)ની સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) બૃહદમુંબઈ મહાનગર પાલિકા - બીએમસી (Brihanmumbai Municipal Corporation - BMC)એ કમિશનર ઈકબાલ સિંઘ ચહલ (Iqbal Singh Chahal)ના નેતૃત્વમાં નાણાકીય વર્ષ ૨૦૦૨૩-૨૪નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૦૨૩-૨૪ માટે બજેટ અંદાજ ૫૨,૬૧૯.૦૯ કરોડ રૂપિયા છે. જે વર્ષ ૨૦૨૨-૨૩ કરતા ૧૪.૫૨ ટકા વધુ છે. મુંબઈગરાંઓ માટે આ બજેટ આશાવાદી છે.
નાણાકીય વર્ષ ૨૦૦૨૩-૨૪ માટે પાલિકાનું બજેટ અંદાજ ૫૨,૬૧૯.૦૯ કરોડ રૂપિયા છે. જે વર્ષ ૨૦૨૨-૨૩ કરતા ૧૪.૫૨ ટકા વધુ છે. ૨૦૨૨-૨૩નું બજેટ ૪૫,૯૪૯.૨૧ કરોડ રૂપિયા હતું. ગત વર્ષે ફિક્સ ડિપોઝીટનો ભંગ કરીને વિકાસના કામમાં નાણાં ખર્ચવામાં આવ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે, આ બજેટમાં મુંબઈવાસીઓની પ્રાથમિક જરૂરિયાતો જેમ કે પાણી, રસ્તા, સ્વચ્છતા માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત ફ્લાયઓવર, ટુરીઝમ, આધુનિક હોસ્પિટલ, ગાર્ડન, એજ્યુકેશન અને ગાર્ડન જેવી સુવિધાઓ બજેટ દ્વારા આપવામાં આવે છે.
કમિશનર આઈ.એસ.ચહલે બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, બેસ્ટની બસોની કામગીરીમાં સુધારો કરવા માટે અંદાજપત્રમાં ૮૦૦ કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કમિશનરે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, ‘મને આશા છે કે આવનારા દિવસોમાં બેસ્ટનું આર્થિક સ્વાસ્થ્ય સારું રહેશે. આ સિવાય પણ ઘણા સ્કેલમાં સુધારો જોવા મળશે. ઘણા પાયાના સુધારાઓ અમલમાં આવશે. આનાથી BMC પર બેસ્ટની નાણાકીય નિર્ભરતા ઘટશે.’
આ પણ વાંચો - જાણો યુનિયન બજેટ 2023 ઉપર નિષ્ણાંતોના અભિપ્રાય
આ વર્ષે શિક્ષણના બજેટમાં કાપ મુકવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં શિક્ષણ માટે ૩,૩૪૭ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં આ માટે ૩,૩૭૦ રુપિયા ફાળવવામાં આવ્યા હતા. બજેટમાં મૂડી ખર્ચ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ૨૭,૨૪૭ કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે રસ્તા, પાણીના પ્રોજેક્ટ, ડ્રેનેજ સિસ્ટમ વગેરેમાં સુધારો લાવવામાં આવશે.
પાલિકા જેટની મહત્વની જાહેરાત :
આ પણ વાંચો - કેન્દ્ર સરકાર સબર્બન રેલવે પર થઈ મહેરબાન
બજેટ રજૂ કરતા કમિશનરે કહ્યું કે, ‘BMCના ઈતિહાસમાં પહેલીવાર અમારો મૂડી ખર્ચ આવક કરતા વધુ છે.’