આજથી બે દિવસ મુંબઈભરમાં પાંચથી ૧૦ ટકા પાણીકાપ

17 October, 2024 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈગરાઓને વિનંતી છે કે પાણી સાચવીને વાપર

તારળી ડૅમ પાસેની પાઇપલાઇનના વાલ્વનું ગઈ કાલે રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું હતું

મુંબઈને પાણીપુરવઠો કરતા વૈતરણાની ૯૦૦ મિલીમીટર ડાયામીટરની પાઇપલાઇનના થાણે જિલ્લામાં આવેલા તારળી ડૅમ ખાતેના વાલ્વમાં ગઈ કાલે લીકેજ થવા માંડ્યું હતું એથી પાણીપુરવઠા વિભાગે ગઈ કાલે આ વાલ્વનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા માટે પાણીની સપ્લાયને આંશિક રીતે બંધ કરી દીધી હતી.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની માહિતી મુજબ આ પાઇપલાઇનના ખરાબ થયેલા વાલ્વને બદલવામાં ૪૮ કલાક લાગી શકે છે એથી આજે અને આવતી કાલે મુંબઈભરમાં પાંચથી ૧૦ ટકા પાણી ઓછું આવશે, પરિણામે મુંબઈગરાઓને વિનંતી છે કે પાણી સાચવીને વાપરવું.

Water Cut mumbai water levels brihanmumbai municipal corporation mumbai mumbai news