05 February, 2023 07:42 AM IST | Mumbai | Prakash Bambhrolia
બીએમસીનું મિશન ક્વૉલિટી લાઇફ
મુંબઈ : મુંબઈગરાઓને બહેતર સુવિધા અને ક્વૉલિટી લાઇફ મળે એ માટે ૨૦૨૩-’૨૪ના ગઈ કાલે રજૂ કરાયેલા બીએમસીના બજેટમાં ૨૭,૨૪૭.૮૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુંબઈની ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ચાલી રહેલા કોસ્ટલ રોડ અને ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે ૩,૫૪૫ કરોડ ફાળવાયા છે. સત્તર વર્ષથી સતત અવગણના કરાઈ છે એ પાણીને પ્રોસેસ કરવા માટે સાત એસટીપી પ્લાન્ટ બાંધવા, નદીઓની કાયાપલટ કરવી, માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવશે.