સાઇબર ફ્રૉડ કરનારા ૧૦૦૦ જેટલા લોકોના ફોન-નંબર બ્લૉક કરો

31 May, 2024 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેલિકમ્યુનિકેશન્સ વિભાગને મુંબઈ પોલીસે આપ્યો આદેશ

પ્રતીકાત્મક તસવીર

સાઇબર ફ્રૉડના મામલા સતત સામે આવી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે સાઇબર ફ્રૉડ કરનારા ૧૦૦૦ લોકોના મોબાઇલ-નંબરનું લિસ્ટ ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન્સ (DOT)ને મોકલીને આ નંબરો કાયમ માટે બ્લૉક કરવાનું કહ્યું છે. જે મોબાઇલ-નંબરોથી ફ્રૉડ કરવામાં આવ્યો હતો એની ફરિયાદ લોકોએ કરી હતી એ નંબરો મેળવીને પોલીસે એને કાયમ માટે બ્લૉક કરવાનું કહ્યું છે. સાઇબર ફ્રૉડનો ભોગ બનનારા હેલ્પલાઇન-નંબર ૧૯૩૦ પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકે છે. મુંબઈ પોલીસે બે વર્ષમાં ૬૭ કરોડ રૂપિયા આ હેલ્પલાઇનની મદદથી ફ્રીઝ કર્યા છે.

cyber crime mumbai police mumbai mumbai news