BJPના વિધાનસભ્યને દિલ્હીથી ફોન આવ્યો : ટિકિટ જોઈતી હોય તો ૫૦ લાખ રૂપિયા આપો

26 October, 2024 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈકે ફોન કરીને કહ્યું હતું કે ‘અમે વડા પ્રધાનની ઑફિસમાંથી બોલીએ છીએ. તમારે ઉમેદવારી મેળવવી હોય તો ૫૦ લાખ રૂપિયા આપવા પડશે.`

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાબતે અત્યારે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. સત્તાધારી મહાયુતિ અને વિરોધી પક્ષોના સંગઠન મહા વિકાસ આઘાડીમાં બેઠકોની સમજૂતી અંતિમ તબક્કામાં છે અને ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે ત્યારે ટિકિટ મેળવવી હોય તો રૂપિયા આપો એવી ઑફર કરવાની ઘટના નાશિકમાં બની છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના અત્યારના એક વિધાનસભ્યને દિલ્હીથી કોઈકે ફોન કરીને કહ્યું હતું કે ‘અમે વડા પ્રધાનની ઑફિસમાંથી બોલીએ છીએ. તમારે ઉમેદવારી મેળવવી હોય તો ૫૦ લાખ રૂપિયા આપવા પડશે.’ આ સાંભળીને BJPના વિધાનસભ્ય ચોંકી ગયા હતા અને નાશિકના વાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીમાંથી બે યુવકની ધરપકડ કરી હતી. આ યુવકોએ નાશિક અને અહમદનગરના BJPના વિધાનસભ્યોને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી આપવા સામે રૂપિયાની માગણી કરી હોવાનું કબૂલ્યું છે એમ પોલીસે જણાવ્યું હતું.

mumbai news mumbai bharatiya janata party political news maharashtra assembly election 2024