Maharashtra Politics: `BJPએ મને ટિકિટ ન આપી તો..` પંકજા મુંડેની ચેતવણી?

28 September, 2023 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Pankaja Munde Statement: ભાજપા નેતા પંકજા મુંડે ઘણીવાર પોતાના નિવેદનનો કારમે ચર્ચામાં રહે છે. પંકજા મુંડેએ એક કાર્યક્રમમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટને લઈને ચેતવણી આપી છે.

પંકજા મુંડે (ફાઈલ તસવીર)

Pankaja Munde Statement:ભાજપા નેતા પંકજા મુંડે ઘણીવાર પોતાના નિવેદનનો કારમે ચર્ચામાં રહે છે. પંકજા મુંડેએ એક કાર્યક્રમમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટને લઈને ચેતવણી આપી છે.

બીજેપી નેતા પંકજા મુંડેએ બુધવારે કહ્યું કે 2024ના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેમને ટિકિટ ન આપવી કોઈપણ રાજનૈતિક દળ માટે સારો નિર્ણય નહીં હોય. રાજ્યના પૂર્વ મંત્રી મુંડે એક ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. એક પ્રશ્નના જવાબમાં, તેમણે કહ્યું, “મારી પાર્ટી મને ચૂંટણીમાં કેમ નહીં ઉતારે… મારા જેવા ઉમેદવારને ચૂંટણીમાં ટિકિટ ન આપવી એ કોઈપણ પક્ષ માટે સારો નિર્ણય નથી. જો તેઓ આવો નિર્ણય લેશે તો તેમણે લોકોના સવાલોના જવાબ આપવા પડશે.

પંકજા મુંડેએ શું કહ્યું?
પંકજાને તેમના પિત્રાઈ ભાઈ અને NCP નેતા ધનંજય મુંડેએ 2019માં પરલી વિધાનસભા બેઠક પરથી હરાવ્યા હતા. પંકજાએ એમ પણ કહ્યું હતું કે તે કોઈ નવા મતવિસ્તારની શોધમાં નથી. તેમણે તેમની બહેન લોકસભાના સભ્ય પ્રીતમ મુંડેને બદલવાની શક્યતાને પણ નકારી કાઢી હતી.

એનસીપી સાંસદ સુપ્રિયા સુળેના નિવેદન પર આપી આ પ્રતિક્રિયા
બીજેપી નેતા પંકજા મુંડેએ બુધવારે કહ્યું કે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેમને ટિકિટ ન આપવી એ કોઈપણ પક્ષ માટે સારો નિર્ણય નથી. NCP નેતા સુપ્રિયા સુલેની તેમના વિશે સહાનુભૂતિપૂર્ણ ટિપ્પણીઓ પર, પંકજા મુંડેએ કહ્યું, `કદાચ તે હજી પણ તે જ તબક્કામાંથી પસાર થઈ રહી છે જે હું લગભગ 10-12 વર્ષ પહેલાં પસાર કરી હતી.` ઉલ્લેખનીય છે કે, ધનંજય મુંડે હવે NCPના અજિત પવાર જૂથ સાથે છે, જેમણે શરદ પવાર સામે બળવો કર્યો હતો અને શિવસેના-ભાજપ-એનસીપી સરકારમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપે છે.

Pankaja Munde Statement: બીજેપી નેતા પંકજા મુંડેએ મંગળવારે પુષ્ટિ કરી કે તેમના પરિવાર દ્વારા નિયંત્રિત સહકારી ચીવી મિલને જીએસટી વિભાગ તરફથી નોટિસ મળી છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અહીં સંવાદદાતાઓ સાથે વાત કરી રહ્યા હતા. જીએસટી વિભાગની નોટિસ પર રિપૉર્ટ વિશે પૂછતા તેમણે કહ્યું કે, આ ઘટના બેથી ત્રણ મહિના પહેલા થઈ હતી, અને હજી પણ થાય છે. અમે આ મામલે સકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

બીજેપી નેતા પંકજા મુંડેએ કહ્યું કે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેમને ટિકિટ ન આપવી એ કોઈપણ પક્ષ માટે સારો નિર્ણય નથી. તેમણે સવાલ પૂછ્યો કે મારી પાર્ટી મને કેમ મેદાનમાં નહીં ઉતારે? મારા જેવા ઉમેદવારને ચૂંટણીની ટિકિટ ન આપવી એ કોઈપણ પક્ષ માટે સારો નિર્ણય નથી. જો તેઓ આવો નિર્ણય લેશે તો તેમણે લોકોના સવાલોના જવાબ આપવા પડશે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પંકજા મુંડેને બીજેપી દ્વારા સાઈડલાઈન કરવામાં આવી છે.

પંકજા મુંડે 2019 માં તેમના પિતરાઈ ભાઈ અને NCP નેતા ધનંજય મુંડે સામે પરલી વિધાનસભા બેઠક હારી ગયા હતા. પંકજાએ એમ પણ કહ્યું કે તે કોઈ નવા મતવિસ્તાર માટે જોઈ રહી નથી. પંકજાએ કહ્યું કે હું મારી બહેન (લોકસભા સાંસદ પ્રિતમ મુંડે)નું સ્થાન પણ નહીં લઉં.

2019 માં તેમની હાર પર, મુંડેએ કહ્યું કે તમારે જોવાની જરૂર છે કે કેટલાક ઉમેદવારોને કારણે કેટલા વોટ ડાઇવર્ટ થયા. જો ધનંજય મુંડેના 15,000 વોટ વહેંચાયા હોત તો હું ચૂંટણી જીતી શકી હોત.

pankaja munde bharatiya janata party ajit pawar supriya sule nationalist congress party mumbai news Mumbai maharashtra news maharashtra political crisis