મૅનિફેસ્ટો માટે સૂચનો આપવા BJPએ વિવિધ ક્ષેત્રોના લોકોને કરી અપીલ

23 October, 2024 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPનો મૅનિફેસ્ટો સામાજિક જીવનનાં તમામ અંગોને સ્પર્શ કરનારો, તમામ ઘટકોનું સમાધાન કરનારો હોય એ માટે અમે પ્રયત્નશીલ છીએ

સુધીર મુનગંટીવાર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો મૅનિફેસ્ટો તૈયાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ સામાજિક કાર્યકરો, ખેડૂતો, પત્રકારો, ડૉક્ટરો, પ્રોફેસરો, ટીચરો, એન્જિનિયરો, બિઝનેસમૅન, ટેક્નિશ્યનો, મહિલા ઍક્ટિવિસ્ટો વગેરેને સૂચનો આપવા માટે અપીલ કરી હોવાનું BJPના પોલ મૅનિફેસ્ટો કમિટીના પ્રેસિડન્ટ સુધીર મુનગંટીવારે ગઈ કાલે કહ્યું હતું.

૨૦ નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટેનો મૅનિફેસ્ટો તૈયાર કરવા માટે સૂચનો મગાવવા માટેની અપીલમાં લખવામાં આવ્યું છે કે ‘એક એક્સપર્ટ અને પ્રૅક્ટિશનર તરીકે સમાજમાં તમારું મહત્ત્વ છે. અમે તમારા અનુભવ, નૉલેજ અને કુશળતાનો મહારાષ્ટ્રના વિકાસમાં ઉપયોગ કરવા માગીએ છીએ.’

સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ‘BJPનો મૅનિફેસ્ટો સામાજિક જીવનનાં તમામ અંગોને સ્પર્શ કરનારો, તમામ ઘટકોનું સમાધાન કરનારો હોય એ માટે અમે પ્રયત્નશીલ છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રણિત મહારાષ્ટ્રના વિકાસના પ્રવાહમાં સહભાગી થવા માટે દરેક નાગરિકને આ તક હોવાથી નાગરિકો તરફથી મૅનિફેસ્ટો માટે કરવામાં આવનારા દરેક સૂચનનું અમે સ્વાગત કરીશું.’
‍અહીં સૂચનો મોકલી શકો છો : સૂચનો visionformaharashtra@gmail.com અને 90046 17157 નંબર પર વૉટ્સઍપ કરી શકો છો. 

mumbai news mumbai maharashtra assembly election 2024 bharatiya janata party political news assembly elections