Mumbai: બે છોકરીઓ અને એક છોકરાના સ્ટન્ટને વાયરલ થતો જોઈ પોલીસે કરી ધરપકડ

03 April, 2023 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના લોકોને બાઈક પર સ્ટન્ટ કરવા પડ્યા ભારે. તેમનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધાી છે. આ વીડિયો ડિસેમ્બર 2022નો છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસે કહ્યું, મુંબઈ પોલીસે ફૈયાઝ કાદરી નામની વ્યક્તિની ધરપકડ કરી છે, જેનો બાઈક સ્ટન્ટ તેમની ટુ-વ્હીલર પર બેઠેલી બે મહિલાઓ સાથે વાયરલ થયો હતો. આરોપીની બીકેસી પોલીસે ધરપકડ કરી હતી જેના અધિકાર ક્ષેત્રમાં આ ઘટના ઘટી. બાઈકના રજિસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે તેમના એન્ટૉપ હિલ સ્થિત નિવાસસ્થાનથી ધરપકડ કરી. તપાસ કરતા ખબર પડી કે વીડિયો ડિસેમ્બર 2022નો છે. આરોપીની ક્રાઈમ હિસ્ટ્રી રહી ચૂકી છે, તેને વડાલા ટીટી પીએસના એક વર્ષ માટે બહાર કરી દેવામાં આવ્યા હતા.

શું છે મામલો?
મુંબઈમાં કહેવાતી રીતે ખતરનાક મોટરસાઇકલ સ્ટન્ટ કરવા માટે કુખ્યાત ફૈયાઝ કાદરીની બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ના પોલીસ અધિકારીઓએ રવિવારે, 2 એપ્રિલના ધરપકડ કરી. તેમનો બે છોકરીઓને સાથે બેસાડીને સ્ટન્ટ કરવાનો વીડિયો વાયરલ થયો હતો. મુંબઈના રસ્તા પર સટન્ટનો આ વીડિયો 30 માર્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

આ પણ વાંચો : રાહુલને રાહત: સુરત સેશન્સ કોર્ટે કૉંગ્રેસ નેતાને માનહાનિ કેસમાં આપ્યા જામીન

વાયરલ વીડિયોમાં શું છે?
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે શખ્સ ઝડપી ગતિમાં બાઈક ચલાવી રહ્યો છે. બાઈક ચલાવતા શખ્સ ખતરનાક સ્ટન્ટ કરતો જોવા મળે છે. શખ્સની આગળ અને તેની પાછળ એક છોકરી બેઠી છે. શખ્સ ઝડપી ગતિમાં બાઈક ચલાવતા સ્ટન્ટ `વ્હીલી` કરી રહ્યો છે. બાઈક પર બેઠેલા ત્રણેયમાંથી કોઈ એકએ પણ હેલ્મેટ નહોતો પહેર્યો. બધા હેલ્મેટ વગર જ જોવા મળે છે. પોલીસ અધિકારીઓએ કહ્યું, "31 માર્ચના, વીડિયોના આધારે ફૈયાઝ અને બે મહિલાઓ વિરુદ્ધ બીકેસી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 308 `બિન ઈરાદે હત્યાનો પ્રયાસ` હેઠળ" કેસ નોંધવામાં આવ્યો છે.

Mumbai mumbai news Crime News mumbai police mumbai crime news