ભિવંડી સુધરાઈના પ્રમુખે આપી કૉન્ટ્રૅક્ટરોને ચેતવણી : ચોમાસામાં જો પાણી ભરાશે તો થશે કાર્યવાહી

24 June, 2023 11:02 AM IST  |  Mumbai | Agency

થાણેના ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનરે સિવિક કૉન્ટ્રૅક્ટરોને ચેતવણી આપી છે કે ચોમાસા દરમિયાન શહેરના કોઈ પણ ભાગમાં પાણી ભરાશે અથવા પૂર જોવા મળશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

થાણેના ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનરે સિવિક કૉન્ટ્રૅક્ટરોને ચેતવણી આપી છે કે ચોમાસા દરમિયાન શહેરના કોઈ પણ ભાગમાં પાણી ભરાશે અથવા પૂર જોવા મળશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.

સુધરાઈના ચીફ વિજયકુમાર મ્હાસાલે ગુરુવારે શહેરમાં નાળાની સફાઈના કામની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી, જે દરમિયાન તેમણે કૉન્ટ્રૅક્ટરોને આવી ચેતવણી આપી હતી. બીએમસીના પ્રવક્તા સુનીલ ઝાલ્કેએ જણાવ્યું હતું કે ‘બેઠક દરમિયાન કમિશનરે જણાવ્યું હતું કે જો ચોમાસા દરમિયાન શહેરમાં ક્યાંય પૂરની સ્થિતિ જોવા મળશે તો નાળાંઓની સફાઈની કામગીરી જેમને સોંપવામાં આવેલી છે તે કૉન્ટ્રૅક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે અને બિલ ન ભરનારને બ્લૅકલિસ્ટ કરવામાં આવશે.’ 

bhiwandi brihanmumbai municipal corporation mumbai rains mumbai monsoon mumbai news Mumbai