Bhayandar Vasai Ro Ro Service: હવે 15 જ મિનિટમાં વસઈથી ભાયંદર, ક્યારથી અને કેટલા ભાવે શરૂ થશે ફેરી?

19 February, 2024 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bhayandar Vasai Ro Ro Service: આ રો-રો બોટની ક્ષમતાની વાત કરવામાં આવે તો 100 મુસાફરો અને એક રાઉન્ડમાં 33 ટ્રેનો જેટલી ક્ષમતા બતાવવામાં આવી છે.

શનિવારે વસઈમાં ટ્રાયલ રન દરમિયાન રોરો. (ફોટો: હનીફ પટેલ)

તમને જણાવી દઈએ કે હવે વસઈ અને ભાયંદરને જળમાર્ગ દ્વારા જોડવામાં આવનાર છે. મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ દ્વારા વસઈ ખાડીમાં નવી ફેરી (Bhayandar Vasai Ro Ro Service) સેવા શરૂ કરવામાં આવશે.

નવી ફેરી અંતર્ગત આ સુવિધાઓ આપવામાં આવશે

નવી ફેરી સેવા અંતર્ગત વસઈથી ભાયંદર રો-રો પેસેન્જર ફેરી (Bhayandar Vasai Ro Ro Service) થવા જઈ રહી છે. મુસાફરો પણ રો-રો પેસેન્જર બોટ સાથે તેમના વાહનો લઈ જઈ શકશે. મેસર્સ સુવર્ણદુર્ગ શિપિંગ એન્ડ મરીન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ દ્વારા આ રો-રો ફેરી સર્વિસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ રેલ્વે લોકલ ભાયંદરથી વસઈ સુધીની મુસાફરીમાં ઓછો સમય લે છે, તેમ છતાં સ્થાનિક ભીડ અને અન્ય કારણોસર રો-રો પેસેન્જર બોટ સેવા લોકપ્રિય હોવાનું કહેવાય છે.

એક સમયે કેટલા પેસેન્જર્સ લઈ જઈ શકવાની ક્ષમતા ધરાવે છે આ ફેરી? 

આ રો-રો બોટ (Bhayandar Vasai Ro Ro Service)ની ક્ષમતાની વાત કરવામાં આવે તો 100 મુસાફરો અને એક રાઉન્ડમાં 33 ટ્રેનો જેટલી ક્ષમતા બતાવવામાં આવી છે. મેસર્સ સુવર્ણદુર્ગ શિપિંગ એન્ડ મરીન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કોંકણ કિનારે રાજપુરી, બાંકોટ, દાભોલ અને જયગઢની ખાડીઓ વચ્ચે રો-રો ફેરી સેવાઓ ચલાવવાનો કંપની પાસે ઘણા વર્ષોનો અનુભવ છે. આ જ અનુભવને આધારે હવે વસઈથી ભાયંદર સુધીની ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે.

કેટલો છે પેસેન્જરો અને ટેરિફનો ભાવ

પેસેન્જર અને વાહન ટેરિફની વાત કરવામાં આવે તો મોટરસાઇકલ (ડ્રાઇવર સાથે) માટે રૂ. 60, ખાલી થ્રી વ્હીલર રિક્ષા મિનીડોર (ડ્રાઈવર સાથે) માટે રૂ. 100, ફોર વ્હીલર (કાર) (ડ્રાઈવર સાથે) માટે રૂ. 180, માછલી, મરઘી, ચિકન, ફળો વગેરે માટે રૂ. 40 અને કુતરા, બકરી, ઘેટાંના પ્રતિ નંગ માટે રૂ. 40 વસૂલવામાં આવશે. પુખ્ત વયના પેસેન્જર એટલે જ કે ૧૨ વર્ષથી ઉપરના પેસેન્જર માટે રૂ. 30 અને 3થી 12 વર્ષના મુસાફરો માટે રૂ. 15 રાખવામાં આવ્યા છે.

જે કંપનીને આ સર્વિસ સોંપવામાં આવી છે તે અનુભવી છે

33 કાર અને 100 મુસાફરોનું વહન (Bhayandar Vasai Ro Ro Service) કરી શકે તેવું આ જહાજ સુવર્ણદુર્ગ શિપિંગ એન્ડ મરીન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડને એમએમબી દ્વારા ત્રણ મહિના માટે ઓપરેટ કરવા માટે આપવામાં આવ્યું છે. આ જ કંપની રાજપુરી, બાણકોટ, દાભાલે અને જયગઢમાં જહાજોનું સંચાલન કરે છે અને તે અનુભવી ઓપરેટર છે. 

એક અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે, "સુરક્ષિત અને સરળ નેવિગેશન, મુસાફરો અને વાહનોનું સરળ બોર્ડિંગ અને ઉતરાણ તથા યોગ્ય નૌકા માર્ગ જેવા તમામ પાસાઓનું નિરીક્ષણ કર્યા બાદ જ આ સર્વિસને શરૂ કરવામાં આવી છે. આ ફેરી સેવાને કારણે સમય તેમ જ ઇંધણની બચત થવા જઈ રહી છે. હાલમાં રોજિંદા ધોરણે ટ્રાફિક જામનો સામનો કરી રહેલા લોકો માટે આરામદાયક વિકલ્પ પૂરો પાડશે.”

mumbai news mumbai vasai bhayander mumbai traffic