21 March, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય રેલવે (ફાઈલ તસવીર)
ગઈ કાલે રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે છત્રપતિ શિવાજી મહારાજના સન્માનમાં સ્પેશ્યલ ભારત ગૌરવ સર્કિટ યાત્રાની જાહેરાત કરી હતી. લોકસભામાં તેમણે કહ્યું હતું કે ‘એ માટેનું કામ ઑલરેડી પ્રોગ્રેસમાં છે. છત્રપતિ શિવાજી મહારાજના જીવનને લગતા મહત્ત્વનાં ઐતિહાસિક સ્થળોને કનેક્ટ કરતી એક ભારત ગૌરવ સર્કિટ યાત્રાનું પ્લાનિંગ થઈ રહ્યું છે.’
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અનેક ઐતિહાસિક કિલ્લાઓ, મહેલો અને યુદ્ધભૂમિઓ છે જે છત્રપતિ શિવાજી મહારાજના જીવનકાળમાં અતિ મહત્ત્વ ધરાવે છે. આ ખાસ યાત્રા થકી યુવાનોને સમૃદ્ધ મરાઠા ઇતિહાસની ઝલક નજરોનજર જોવાની તક મળશે.
આ પહેલાં તાજેતરમાં IRCTCએ ૩૧ માર્ચથી ૮ રાત ૯ દિવસની ભારત ગૌરવ જૈન યાત્રાની જાહેરાત કરી છે; જે પાવાપુરી, કુંડલપુર, ગુણિયાજી, લચ્છુર, રાજગગીર, પારસનાથ, ઋજુવાલિકા અને સમ્મેત શિખરજી જેવાં તીર્થોની યાત્રા કરાવશે.