૩.૨૫ ટકા વધુ મતદાન સાથે મુંબઈનું ટોટલ ૫૩.૯૨ ટકા

22 November, 2024 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇલેક્શન કમિશનના ફાઇનલ આંકડા આવી ગયા

હીર ભાનુશાલી, ઘાટકોપર

ભાંડુપમાં સૌથી વધુ ૬૧.૧૨ ટકા તો કોલાબામાં સૌથી ઓછું ૪૪.૪૯ ટકા મતદાન નોંધાયું : MMRમાં સૌથી વધુ ૭૭.૭૫ ટકા મતદાન વિક્રમગડ બેઠક પર થયું હતું

મુંબઈમાં ગઈ વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ બુધવારે ૩.૨૫ ટકા વધુ મતદાન થયું હતું. ૨૦૧૯ની ચૂંટણીમાં જ્યાં ૫૦.૬૭ ટકા લોકોએ મત આપ્યા હતા એની સામે આ વખતે ૫૩.૯૨ ટકા મતદાન નોંધાયું હતું. મુંબઈની ૩૬ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ ૬૧.૧૨ ટકા મતદાન ભાંડુપ-વેસ્ટ બેઠકમાં થયું હતું, જ્યારે કોલાબાની બેઠકમાં ૪૪.૪૯ ટકા લોકોએ મત આપ્યા હતા. આખા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ની વાત કરીએ તો પાલઘર જિલ્લામાં આવેલી વિક્રમગડ બેઠક પર સૌથી વધારે ૭૭.૭૫ ટકા અને સૌથી ઓછું કોલાબા બેઠકનું ૪૪.૪૯ ટકા છે. મુંબઈને મુંબઈ સબર્બન અને મુંબઈ સિટી એમ બે જિલ્લામાં વિભાજિત કરવામાં આવ્યું છે. મુંબઈ સિટીની વાત કરીએ તો ત્યાં ૫૨.૦૭ ટકા મતદાન થયું છે, જ્યારે મુંબઈ સબર્બનમાં ૫૫.૭૭ ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ બન્નેની ઍવરેજ કાઢીએ તો મુંબઈમાં ૫૩.૯૨ ટકા મતદાન નોંધવામાં આવ્યું છે. 

વોટ આપવો એ આપણો રાઇટ છે અને પ્રાઇડ પણ છે

હું મારાથી એક વર્ષ મોટા ભાઈ સાથે પહેલી વાર મતદાન કરવા ગઈ હતી. તેણે આ પહેલાં લોકસભાની ચૂંટણીમાં મત આપ્યો હતો અને વિધાનસભાની ચૂંટણીમાં તો તેણે પણ પહેલી વાર મતદાન કર્યું હતું. આપણે દરેકે વોટ તો આપવો જ જોઈએ અને એ આપણો રાઇટ છે અને પ્રાઇડ પણ છે. - હીર ભાનુશાલી, ઘાટકોપર

MMRની ૬૦ બેઠકમાં થયેલા મતદાનના ફાઇનલ આંકડા

કોલાબા

૪૪.૪૯ ટકા

મુમ્બાદેવી

૪૮.૭૬ ટકા

મલબાર હિલ

૫૨.૫૩ ટકા

ભાયખલા

૫૩.૦૦ ટકા

શિવડી

૫૪.૪૨ ટકા

વરલી

૫૨.૭૮ ટકા

માહિમ

૫૮.૦૦ ટકા

ધારાવી

૪૯.૭૦ ટકા

સાયન કોલીવાડા

૫૧.૪૩ ટકા

વડાલા

૫૭.૩૭ ટકા

બાંદરા-વેસ્ટ

૫૦.૩૬ ટકા

બાંદરા-ઈસ્ટ

૫૪.૬૬ ટકા

કાલિના

૫૨.૬૬ ટકા

કુર્લા

૫૨.૭૫ ટકા

ચેમ્બુર

૫૪.૯૨ ટકા

અણુશક્તિનગર

૫૪.૦૦ ટકા

માનખુર્દ-શિવાજીનગર

૫૨.૦૦ ટકા

ઘાટકોપર-ઈસ્ટ

૫૯.૦૧ ટકા

ઘાટકોપર-વેસ્ટ

૫૯.૬૫ ટકા

ચાંદિવલી

૫૦.૦૭ ટકા

વિલે પાર્લે

૫૬.૯૮ ટકા

અંધેરી-ઈસ્ટ

૫૮.૩૩ ટકા

અંધેરી-વેસ્ટ

૫૩.૦૦ ટકા

વર્સોવા

૫૧.૨૦ ટકા

ગોરેગામ

૫૫.૪૩ ટકા

મલાડ-વેસ્ટ

૫૩.૪૦ ટકા

ચારકોપ

૫૭.૭૬ ટકા

કાંદિવલી-ઈસ્ટ

૫૪.૬૯ ટકા

દિંડોશી

૫૭.૫૨ ટકા

જોગેશ્વરી-ઈસ્ટ

૫૯.૧૫ ટકા

ભાંડુપ-વેસ્ટ

૬૧.૧૨ ટકા

વિક્રોલી

૫૭.૦૦ ટકા

મુલુંડ

૬૦.૪૯ ટકા

માગાઠાણે

૫૮.૪૭ ટકા

બોરીવલી

૬૦.૫૦ ટકા

દહિસર

૫૮.૦૦ ટકા

ઐરોલી

૫૧.૫૦ ટકા

અંબરનાથ

૪૭.૭૫ ટકા

બેલાપુર

૫૫.૨૪ ટકા

ભિવંડી-ઈસ્ટ

૪૯.૨૦ ટકા

ભિવંડી ગ્રામીણ

૬૯.૦૧ ટકા

ભિવંડી-વેસ્ટ

૫૪.૧૦ ટકા

ડોમ્બિવલી

૫૬.૧૯ ટકા

કલ્યાણ-ઈસ્ટ

૫૮.૫૦ ટકા

કલ્યાણ ગ્રામીણ

૫૭.૮૧ ટકા

કલ્યાણ-વેસ્ટ

૫૪.૭૫ ટકા

કોપરી-પાચપાખાડી

૫૯.૮૫ ટકા

મીરા-ભાઈંદર

૫૧.૭૬ ટકા

મુમ્બ્રા-કળવા

૫૨.૦૧ ટકા

મુરબાડ

૬૪.૯૨ ટકા

ઓવળા-માજીવાડા

૫૨.૨૫ ટકા

શહાપુર

૬૮.૩૨ ટકા

થાણે

૫૯.૦૧ ટકા

ઉલ્હાસનગર

૫૪.૦૦ ટકા

વસઈ

૬૦.૪૬ ટકા

નાલાસોપારા

૫૭.૧૦ ટકા

બોઇસર

૬૬.૧૭ ટકા

વિક્રમગડ

૭૭.૭૫ ટકા

પાલઘર

૭૧.૦૫ ટકા

દહાણુ

૭૨.૫૦ ટકા

 

mumbai news mumbai assembly elections maharashtra assembly election 2024 political news mumbai suburbs