BJPમાં સામેલ થયેલાં નવનીત રાણાએ પ્રદેશાધ્યક્ષને કહ્યું... પતિ-પત્ની વચ્ચે બહારના લોકો ન બોલે તો સારું

12 April, 2024 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચંદ્રશેખર બાવનકુળેએ અમરાવતીમાં BJPના પદાધિકારીઓની એક બેઠકમાં કહ્યું હતું કે નવનીત રાણા કહેશે ત્યારે તેમના પતિ ર​વિ રાણા યુવા સ્વામિમાની પક્ષ છોડીને BJPમાં પ્રવેશ કરશે

નવનીત રાણા અને રવિ રાણા

અમરાવતીનાં અપક્ષ સંસદસભ્ય અને તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈને આ જ બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારાં નવનીત રાણા વિશે BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ અમરાવતીમાં BJPના પદાધિકારીઓની એક બેઠકમાં કહ્યું હતું કે નવનીત રાણા કહેશે ત્યારે તેમના પતિ ર​વિ રાણા યુવા સ્વામિમાની પક્ષ છોડીને BJPમાં પ્રવેશ કરશે. તેમના આ નિવેદન સામે નવનીત રાણાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે ‘હું જે પક્ષની કાર્યકર છું એ પક્ષના નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ છે. BJPમાં જોડાવાનો નિર્ણય મેં સ્વેચ્છાએ લીધો છે. મારા પતિ પણ તેમની ઇચ્છાથી ભવિષ્યનો નિર્ણય લેશે. પતિ-પત્ની વચ્ચે બહારના કોઈ ન બોલે તો સારું. ર​વિ રાણાને સ્વતંત્ર રીતે રાજકારણમાં કામ કરવાનો અધિકાર છે એટલે મને એવું લાગે છે કે બાવનકુળેએ પતિ-પત્ની વચ્ચે ન બોલવું જોઈએ.’ 

Navneet Rana bharatiya janata party mumbai maharashtra maharashtra news