ચોમાસામાં દરિયાકિનારે કચરો એકત્રિત થાય છે ત્યારે જ ભાઈંદરમાં બીચ સ્વચ્છ કરવાનું મશીન બંધ

12 June, 2024 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીચ પર સફાઈ કરવા માટે લાવવામાં આવેલા ક્લીનઅપ મશીનના પાર્ટ્સ ઉપલબ્ધ નથી એટલે એ બંધ થઈ ગયું છે.

ફેબ્રુઆરીથી આ મશીન બંધ હોવાથી ઉત્તનના દરિયાકિનારે કચરો જમા થયો છે.

ચોમાસું શરૂ થવામાં છે ત્યારે વરસાદના પાણી સાથે કચરો દરિયાકિનારે એકત્રિત થાય છે એટલે બીચની સફાઈ જરૂરી હોય છે. આવી સફાઈ કરવા માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ ભાઈંદરના ઉત્તન વેલન્કની દરિયાકિનારે ક્લીનઅપ મશીન વસાવ્યું છે. જોકે આ મશીન ફેબ્રુઆરીથી બંધ પડ્યું છે એટલે સફાઈને અભાવે અહીં કચરો જમા થઈ ગયો છે. ચોમાસામાં જો આ મશીન શરૂ નહીં થાય તો મુશ્કેલી થશે એવી ચિંતા વ્યક્ત કરીને પર્યાવરણપ્રેમીઓએ અધિકારીઓને આ સંબંધે પત્ર લખ્યો છે. દરિયાકિનારે ગટરનું પાણી છોડવામાં આવે છે એની સાથે કચરો પણ ઠલવાય છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સચિન બાંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીચ પર સફાઈ કરવા માટે લાવવામાં આવેલા ક્લીનઅપ મશીનના પાર્ટ્સ ઉપલબ્ધ નથી એટલે એ બંધ થઈ ગયું છે. વહેલી તકે એ શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.’

mumbai news mumbai monsoon news mumbai monsoon mira bhayandar municipal corporation