27 September, 2024 05:57 PM IST | Kalyan | Gujarati Mid-day Online Correspondent
બાંગ્લાદેશી પોર્ન સ્ટાર રિયા બરડે (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
પાડોશી દેશ બાંગ્લાદેશથી (Bangladeshi Porn Star Arrested) અનેક લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં રહે છે. આવા લોકોની ધરપકડ કરવામાં આવે છે. તેમ જ બાંગલાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ સત્તા પરીવર્તન થતાં અનેક લોકો ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવના પણ સમાચાર સામે આવી રહ્યા છે. આ ગેરપ્રકારને રોકવા માટે ભારત સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે તાજેતરમાં એવી જ એક ઘટનાનો ખુલાસો થયો છે જેમાં કલ્યાણ નજીકના ઉલ્હાસનગરમાં ગેરકાયદેસર રીતે રહેતી એક બાંગલાદેશની એડલ્ટ ફિલ્મ સ્ટારની ધરપકડ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશી એડલ્ટ સ્ટાર રિયા બરડે, જે આરોહી બરડે અને બન્ના શેખ (Bangladeshi Porn Star Arrested) તરીકે પણ પ્રખ્યાત છે, તેની ઉલ્હાસનગરમાં હિલ લાઇન પોલીસે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતમાં રહેવા બદલ ધરપકડ કરી છે. રિયા પર બાંગ્લાદેશી મૂળની હોવાનો અને તેની માતા, ભાઈ અને બહેન સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવાનો આરોપ છે. ભારતમાં રહેવા માટે રિયાની માતાએ અમરાવતીના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. પોલીસે રિયા ઉપરાંત તેની માતા અંજલિ બારડે, ઉર્ફે રૂબી શેખ, પિતા અરવિંદ બારડે, ભાઈ રવિન્દ્ર, ઉર્ફે રિયાઝ શેખ અને બહેન રીતુ ઉર્ફે મોની શેખને પણ આ મામલે આરોપી બનાવ્યા છે. પોલીસે જણાવ્યું કે રિયા રાજ કુન્દ્રાના પ્રોડક્શન સાથે જોડાયેલી હતી અને ઘણી પોર્ન ફિલ્મોમાં કામ પણ કરી ચૂકી છે.
સમગ્ર કેસની તપાસ કરનાર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (Bangladeshi Porn Star Arrested) સંગ્રામ મલકરે જણાવ્યું હતું કે, "તપાસમાં અમને જાણવા મળ્યું છે કે રિયાની માતા અંજલી બાંગ્લાદેશની રહેવાસી છે અને તે રિયા અને પુત્ર સહિત તેની બે પુત્રીઓ સાથે ભારતમાં ગેરકાયદેસર રીતે રહે છે. માતાએ પશ્ચિમ બંગાળના હોવાનો દાવો કરીને અમરાવતીના રહેવાસી અરવિંદ બરડે સાથે લગ્ન કર્યા હતા અને તેણીએ પોતાની ભારતીય ઓળખ સાબિત કરવા માટે બનાવટી જન્મ પ્રમાણપત્રો અને અન્ય નકલી દસ્તાવેજો સબમિટ કરીને ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો."
પોલીસને જાણવા મળ્યું કે રિયાના માતા અને પિતા બન્ને હાલમાં કતારમાં રહે છે, જ્યારે પોલીસ તેના ભાઈ અને બહેનને પણ શોધી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે રિયાની અગાઉ મુંબઈ પોલીસે ઈમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ હેઠળ વેશ્યાવૃત્તિ સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે રિયાના મિત્ર પ્રશાંત મિશ્રાને ખબર પડી કે તે મૂળ બાંગ્લાદેશની (Bangladeshi Porn Star Arrested) રહેવાસી છે અને દેશમાં ગેરકાયદેસર રીતે રહે છે. તેણે તેના વિશે પોલીસમાં ફરિયાદ કરી, ત્યારબાદ પોલીસે તેના દસ્તાવેજોની તપાસ કરી હતી.