મુંબઈના આ સ્ટેશનો પર નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ, બાન્દ્રાની ઘટના બાદ પ્રશાસનનો નિર્ણય

28 October, 2024 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bandra Stampede News: પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ દિવાળીના તહેવાર અને છઠ પૂજા દરમિયાન 8મી નવેમ્બર 2024 સુધી તરત જ અમલી છે. આ પ્રતિબંધ તરત જ લાગુ થશે અને તહેવારોની સીઝનના અંત સુધી લાગુ રહેશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દિવાળીના તહેવારો દરમિયાન મુંબઈમાં ભારે ભીડ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મુંબઈ રેલવે ડિવિઝન દ્વારા પશ્ચિમ અને મધ્ય રેલવેના સ્ટેશનો (Bandra Stampede News) પર એક મહત્ત્વનો બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તહેવારોની મોસમ દરમિયાન ભારે ભીડની અપેક્ષાએ, મધ્ય રેલવેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ, થાણે, કલ્યાણ, પુણે અને નાગપુર સ્ટેશનો સહિત અમુક પસંદગીના મુખ્ય રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર અસ્થાયી પ્રતિબંધો લાદી દીધા છે.

આ નિર્ણય રવિવારે પશ્ચિમ રેલવેના બાન્દ્રા ટર્મિનસ (Bandra Stampede News) ખાતે તાજેતરમાં બનેલી નાસભાગની ઘટનાને પગલે લેવામાં આવ્યો છે, જેમાં ભીડના જોખમો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પ્લેટફોર્મ એક્સેસને મર્યાદિત કરીને, અધિકારીઓનો ઉદ્દેશ્ય લોકોની ભીડને નિયંત્રિત કરવાનો અને સલામતીનાં પગલાં વધારવા, સરળ કામગીરી અને પ્રવાસીઓ માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવાનો છે.

મધ્ય રેલવેના જણાવ્યા મુજબ આ પગલાનો હેતુ પ્લેટફોર્મ પર ભીડનું સંચાલન કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે. "પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો (Bandra Stampede News) પ્રતિબંધ દિવાળીના તહેવાર અને છઠ પૂજા દરમિયાન 8મી નવેમ્બર 2024 સુધી તરત જ અમલી છે. મુસાફરીની સરળતા સુનિશ્ચિત કરવા માટે વરિષ્ઠ નાગરિકો અને તબીબી જરૂરિયાતો ધરાવતા લોકોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે," એક અધિકારીએ જણાવ્યું હતું.

મધ્ય રેલવેના એક અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, "તહેવારોના સમયગાળા દરમિયાન સરળ અને સલામત મુસાફરીના અનુભવ માટે મુસાફરોને તે મુજબ આયોજન કરવા અને નવા નિયમોનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે." એ જ રીતે, પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનએ (Bandra Stampede News) પણ મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાન્દ્રા ટર્મિનસ, બોરીવલી, વસઈ, વાપી, વલસાડ, ઉધના અને સુરત સહિત તેના નવ મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ તરત જ લાગુ થશે અને તહેવારોની સીઝનના અંત સુધી લાગુ રહેશે, એવું તેમણે કહ્યું હતું.

તાજેતરમાં લોકલ ટ્રેનમાં અમાનવીય ભીડને કારણે અંબરનાથ અને બદલાપુર (Bandra Stampede News) સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જવાથી ૨૫ વર્ષની ઋતુજા જંગમ નામની યુવતીનું મૃત્યુ થયું હતું. કર્જતના મ્હાડા કૉલોનીમાં રહેતી ઋતુજા મંગળવારે સાંજે થાણેથી કર્જત સ્લો લોકલમાં પ્રવાસ કરીને ઘરે આવી રહી હતી. કલ્યાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ આ ઘટનાની ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) તરીકે નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી ફરી એક વાર મધ્ય રેલવેની લોકલ ટ્રેનોમાં થતી ભીડનો મુદ્દો સામે આવ્યો છે. થાણેની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી ઋતુજાએ થાણેથી કર્જત જવા માટે સાંજે સાડાછ વાગ્યાની આસપાસ સ્લો લોકલ પકડી હતી એમ જણાવતાં કલ્યાણ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર પંઢરીનાથ કાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કર્જતમાં પરિવાર સાથે રહેતી ઋતુજાએ મંગળવારે સાંજે થાણેથી ઘરે જવા માટે ટ્રેન પકડી હતી. એ વખતે અંબરનાથ સ્ટેશન પર ભીડને કારણે તે નીચે ઊતરી હતી અને ફરી ટ્રેનમાં ચડી હતી.

bandra central railway mumbai railways western railway mumbai news diwali