પ્લાસ્ટિકના ફૂલો પર બૅન અંગે હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો નિર્દેશ, સરકાર લેશે આ નિર્ણય

06 July, 2024 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ban on Plastic Flowers: કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ આ મામલે તરત જ કાર્યવાહી કરવા માટે નોટિસ મોકલી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)

બોમ્બે હાઈ કોર્ટે શુક્રવારે 100 માઈક્રોનથી ઓછા જાડા પ્લાસ્ટિકના (Ban on Plastic Flowers) દરેક ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો છે. હાઈ કોર્ટના આદેશ બાદ હવે માર્કેટમાં વેચતા પ્લાસ્ટિકના ફૂલોના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની બેન્ચે તહેવારોમાં શણગાર માટે વપરાતા કૃત્રિમ ફૂલોના ઉપયોગ પર પ્રતિબંધની માગણી કરતી અરજી પર કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ આ મામલે તરત જ કાર્યવાહી કરવા માટે નોટિસ મોકલી છે.

ગ્રોવર્સ ફ્લાવર્સ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (GFCI) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ડેકોરેશન માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ફૂલોની (Ban on Plastic Flowers) મહત્તમ જાડાઈ સામાન્ય રીતે 30 માઇક્રોન હોય છે. કોર્ટે કહ્યું કે આ ચિંતાને વહેલી તકે દૂર કરવાની જરૂર છે. 100 માઈક્રોનથી ઓછા જાડા પ્લાસ્ટિકને વાપરીને બનાવવામાં આવતી દરેક વસ્તુઓ પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય તો પ્લાસ્ટિકના ફૂલો પર પણ પ્રતિબંધ મુકવામાં આવે જેથી તેને પણ વહેલી તકે બંધ કરવામાં આવે.

અદાલતે આદેશમાં જણાવ્યું હતું કે અરજીમાં જણાવવામાં આવેલા મુદ્દાઓ અને 100 માઇક્રોનથી ઓછી જાડાઈના (Ban on Plastic Flowers) પ્લાસ્ટિકના ફૂલોને લીધે ઇકોસિસ્ટમ અને પર્યાવરણને થતે નુકસાનને ધ્યાનમાં રાખીને અમે આશા રાખીએ છીએ કે સંબંધિત તમામ પક્ષો આ બાબતને ગંભીરતાથી લેશે. અદાલતની બેન્ચે તમામ પ્રતિવાદીઓને ચાર સપ્તાહની અંદર તેમના સોગંદનામા દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે આ મામલે ઑગસ્ટમાં કેસની સુનાવણી કરવામાં આવશે.

અધિકારીઓને (Ban on Plastic Flowers) ગંભીર પગલાં લેવા વિનંતી કરતાં ચીફ જસ્ટિસે કહ્યું કે લખનૌમાં એક ચિલ્ડ્રન હોમ છે. જ્યાં નિરાધાર બાળકો રહે છે. તેમાંથી ઘણા સેરેબ્રલ પાલ્સીથી પીડિત છે. જ્યારે મેં ત્યાંની ટીમ સાથે વાતચીત કરી, ત્યારે મને કહેવામાં આવ્યું કે એવા બાળકો છે જેઓ ખાદ્ય અને અખાદ્ય વસ્તુઓ વચ્ચે તફાવત કરી શકતા નથી. જેના કારણે ઘણી વખત તેમના મળમૂત્રમાં પ્લાસ્ટિકની સામગ્રી મળી આવી હતી. તેથી આપણે ખૂબ ગંભીર બનવાની જરૂર છે.

GFCIની અરજીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ સૂચનાઓને ટાંકવામાં આવી છે, જેમાં 100 માઇક્રોનથી ઓછા જાડા સિંગલ-યુઝ પ્લાસ્ટિક (Ban on Plastic Flowers) વસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નોટિફિકેશનમાં જો કે પ્લાસ્ટિકના ફૂલોનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અરજીમાં 100 માઈક્રોનથી ઓછી જાડાઈવાળા પ્લાસ્ટિકના ફૂલો માટે પણ સરકારને જરૂરી પ્રતિબંધિત આદેશો જારી કરવાનો નિર્દેશ આપવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી છે.

air pollution bombay high court gujarat government brihanmumbai municipal corporation mumbai news mumbai