17 November, 2024 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાળાસાહેબ સ્મૃતિ સ્થળની આશિષ રાજેએ પાડેલ તસવીર અને રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
શિવસેનાની સ્થાપના કરનારા બાળા સાહેબ ઠાકરેની આજે 12મી પુણ્યતિથિ (Balasaheb Thackeray Death Anniversary) છે. આજે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ બાળા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમ જ તેમનાં પત્ની રશ્મી ઠાકરે આજે બાળા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઇના શિવાજી પાર્ક ખાતે આવેલ બાળા સાહેબ ઠાકરેની સમાધિ ખાતે પહોંચ્યાં હતાં. આજે અનેક રાજકીય નેતાઓ તેઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ તેમનાં વિષે મૂકેલી પોસ્ટ ચર્ચામાં રહી છે.
તેઓએ મૂકેલી પોસ્ટ ચર્ચામાં રહેવા પાછળનું કારણ શું?
હવે તમને એ કારણ કહીએ. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ આવ્યા હતા. તેઓએ પોતાની મુંબઈ મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો હતો કે તેઓ રાહુલ ગાંધી પાસે બાળાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray Death Anniversary) માટે ઓછામાં ઓછા બે શબ્દો તો બોલીને બતાવો. હવે જ્યારે આ પડકાર ફેંકાયો ત્યારબાદ રાહુલ ગાંધીએ બાળા સાહેબ ઠાકરે માટે લખેલા બે શબ્દો ચર્ચાનો વિષય બન્યા છે.
વાત કઈક એમ છે કે આ પહેલા ક્યારેય કોંગ્રેસ તરફથી બાળા સાહેબ ઠાકરે (Balasaheb Thackeray Death Anniversary) ના વખાણ કે તેઓ માટે કૃતજ્ઞતાના કોઈ જ શબ્દો લખાયા કે બોલાયા નહોતા.
કોંગ્રેસને આડે હાથ લેતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “મુંબઈ એ તો આત્મસન્માનનું શહેર છે. પરંતુ જેમણે બાળાસાહેબ ઠાકરેને અપમાનિત કર્યા છે, તેમનાં જ હાથમાં આ આત્મસન્માનનું રીમોટ કન્ટ્રોલ સોંપવામાં આવ્યું છે. આ જ કારણસર મેં કોંગ્રેસને બાળાસાહેબ ઠાકરેની પ્રશંસા કરવા માટે પડકાર ફેંક્યો છે.” આવું કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ઓછામાં ઓછા બે શબ્દોમાં બાળા સાહેબની પ્રશંસા કરીને બટાડવી જોઈએ. અને હવે આ ચેલેન્જને સ્વીકારતા હોય એમ રાહુલ ગાંધીએ બાળા સાહેબ વિષે પોસ્ટ મૂકી છે.
તો.. શું કહ્યું છે રાહુલ ગાંધીએ? શું છે રાહુલ ગાંધીની પોસ્ટ?
આજે જ્યારે બાળાસાહેબ ઠાકરેની 12મી પુણ્યતિથિ છે ત્યારે રાહુલ ગાંધીએ લખ્યું હતું કે તેઓને યાદ કરું છું, મારા વિચારો અને સંવેદના ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે અને સમગ્ર શિવસેના પરિવાર સાથે છે.
રાહુલ ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલા આ બે શબ્દો (Balasaheb Thackeray Death Anniversary) ચર્ચામાં તો છે જ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. એ એટલા માટે કે તજતેરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને આ બાબતે ચેલેન્જ ફેંકી હતી. પ્રધાનમંત્રી મોદીએ રાહુલનું નામ લીધા વગર કહ્યું હતુ કે હું અઘાડીના સાથીઓને ચેલેન્જ કરું છું કે જો તેમામાં હિંમત હોય તો યુવરાજના મોઢેથી બાળાસાહેબ ઠાકરેની થોડી પ્રશંસા કરાવીને બતાવે. કોંગ્રેસ એવી પાર્ટી છે, જેના પાસે ન તો નીતિ છે, ન તો નિયત.”