22 August, 2024 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરોધ પ્રદર્શન દર્શાવતી તસવીર
બદલાપુરની સ્કૂલમાં સાડાત્રણ વર્ષની બે બાળકીનો વિનયભંગ થવાની ઘટના સામે આવ્યા બાદ મંગળવારે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશનર ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇ્ટસ (MSCPCR)નાં ચૅરપર્સન સુશીબહેન શાહે ગઈ કાલે કહ્યું હતું કે ‘અમે મંગળવારે સ્કૂલ અને પોલીસ-સ્ટેશનની મુલાકાત લીધી હતી. સ્કૂલે વિનયભંગનો ભોગ બનેલી બાળકીના પરિવારજનોને સહયોગ આપવાને બદલે આ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાયું છે. પોલીસ અને આરોગ્ય વિભાગે પણ કાયદા અને નિયમનું પાલન ન કર્યું હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે પ્રોટેક્શન યુનિટ બાળકીઓને પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લઈ ગયું હતું. મેં જ્યારે આ વિશે સ્કૂલના મૅનેજમેન્ટને પૂછ્યું ત્યારે મૅનેજમેન્ટ ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પણ સ્કૂલે બેદરકારી દાખવી છે તો એની સામે શા માટે કોઈ કેસ નોંધવામાં નથી આવ્યો? આ આખા મામલામાં સ્કૂલ-મૅનેજમેન્ટ, પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસમાં અનેક ખામીઓ જોવા મળી છે.’