23 September, 2024 09:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આરોપી અક્ષય શિંદે અને તેના મૃત્યુ બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કલવા હૉસ્પિટલ પહોંચ્યા હતા (તસવીર: મિડ-ડે)
કલ્યાણ નજીકના બદલાપુરની (Badlapur Rape case accuse shot himself) એક શાળામાં બે બાળકી પર બળાત્કાર કરવાની ઘટનાથી આખા મુંબઈમાં આક્રોશ ફેલાયો હતો અને લોકોએ ટ્રેન રોકો આંદોલન પણ કર્યું હતું. લોકોના આક્રોશ બાદ આ કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જલદીથી જલદી સજા આપવાની માગણી અનેક નેતાઓએ પણ કરી હતી જેને પગલે આરોપીની તરત જ અદાલતમાં સુનાવણી કરવામાં આવી હતી. આ સાથે આરોપી અક્ષય શિંદેને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. મળેલી માહિતી મુજબ આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી છટકીને આપઘાત આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
હવે આ વાતની હૉસ્પિટલે પુષ્ટિ કરી છે કે આરોપી અક્ષય શિંદેનું ગોળીબારની ઘટનામાં મૃત્યુ થયું છે. હૉસ્પિટલે સોમવારે સાંજે જણાવ્યું હતું કે આરોપીને બે ગોળી વાગી હતી - એક તેના માથા પર અને બીજી તેની હૂંડી પાસે. કલવા સિવિલ હોસ્પિટલના ડીન ડો. રાકેશ બારોટે જણાવ્યું હતું કે, "તેને હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો." તેમ જ આ અંગે હવે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ નિવેદન આપ્યું છે.
બદલાપુર ઘટનાના આરોપી અક્ષય શિંદેએ (Badlapur Rape case accuse shot himself) આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોલીસ પાસેથી રિવોલ્વર લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થયો છે. અક્ષય શિંદેની હાલત નાજુક હોવાનું કહેવાય છે, તો અનેક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે અક્ષય શિંદેએ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવા માટે બંદૂક છીનવી ત્યારે એક પોલીસ અધિકારી તેને રોકવા માટે આવ્યો, તે દરમિયાન આરોપીએ પોલીસ પર ગોળી ચલાવી હતી જેના સામે પોલીસે પણ ગોળીબાર કર્યો હતો જેમાં તે જખમી થયો હતો. આ સાથે એવા પણ અહેવાલ છે કે આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે જેને લઈને હવે રાજકીય નેતાઓ વચ્ચે આરોપ પ્રત્યારોપની લડાઈ શરૂ થઈ છે.
આ ઘટનામાં જખમી થતાં પોલીસે અક્ષયને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ તેને તળોજા જેલમાંથી બદલાપુર લાવી રહી હતી. બદલાપુરમાં (Badlapur Rape case accuse shot himself) શાળામાં બળાત્કાર ઉપરાંત અક્ષય શિંદે સામે બળાત્કારના અન્ય બે કેસ પણ નોંધાયા હતા. આ સંદર્ભે પોલીસે કોર્ટમાંથી તેની કસ્ટડી મેળવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે તેને જેલમાંથી પોલીસ કસ્ટડીમાં પરત લઈ જવામાં આવી રહ્યો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે અક્ષયે તેની બાજુમાં બેઠેલા અધિકારીની રિવોલ્વર છીનવી લીધી અને પોતાને ગોળી મારી દીધી. નવીનતમ માહિતી અનુસાર, અક્ષયની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અક્ષય શિંદે પર સ્કૂલમાં નર્સરીની બે છોકરીઓનું યૌન શોષણ કરવાનો આરોપ હતો.
બદલાપુર યૌન શોષણ કેસના આરોપી અક્ષય શિંદેએ મેડિકલ તપાસ દરમિયાન ડોક્ટરની સામે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં (Badlapur Rape case accuse shot himself) આ વાતનો ઉલ્લેખ છે. ઓગસ્ટ મહિનામાં બદલાપુરની એક સ્કૂલમાં ભણતી બે છોકરીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો. આ મામલામાં રચાયેલી SITની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. અક્ષનની પત્નીએ પણ તેના પર અકુદરતી સેક્સ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.