05 September, 2024 08:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બદલાપુર રેલવે સ્ટેશન પર થયો ગોળીબાર (તસવીર: સોશિયલ મીડિયા)
મધ્ય રેલવેના બદલાપુર રેલવે સ્ટેશન (Badlapur Railway Station Firing) પર ગોળીબાર થવાનાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે માહિતી મળી રહી છે કે ફાયરિંગની ઘટના સાંજે છ વાગ્યાની આસપાસ હોમ પ્લેટફોર્મ પર બની હતી. પ્રાથમિક અહેવાલ મુજબ એક વ્યક્તિએ બે લોકો પર બેફામ ગોળીબાર કર્યો હતો. બદલાપુર રેલવે સ્ટેશન પર ગોળીબારની ઘટનાની માહિતી મળતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી અને હવે આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.
બદલાપુર સ્ટેશન માસ્ટરે આ ઘટનાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે “આ ઘટનામાં કુલ ચાર લોકો સામેલ હતા. તેમની વચ્ચે પહેલા બજારમાં અને પછી રેલવે સ્ટેશન પર કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ આગળ જતાં આટલો બધી વધી ગયો હતો કે એકે વિવાદમાં સમેલા બે લોકો પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ગોળી તેમાંથી એકના પગને લાગી હતી. આ ઘટનામાં જેને ગોળી વાગી હતી તે તેના સાથીદાર સાથે સારવાર માટે ઘટના ત્યાંથી ભાગી ગયો હતો. રેલવે પોલીસ (Badlapur Railway Station Firing) દ્વારા ગોળીબાર કરનારની અટકાયત કરવામાં આવી છે. હવે બદલાપુર પોલીસ અને રેલવે પોલીસ આ કેસની એકદમ ગંભીરતા પૂર્વક તપાસ કરી રહી છે.
બદલાપુર રેલવે સ્ટેશન પર ફાયરિંગ બાદ બનેલી ઘટનાઓનો વીડિયો (Badlapur Railway Station Firing) સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ રેલવે ટ્રેક પરથી ભાગતો દેખાઈ રહ્યો છે અને કેટલાક લોકો તેની પાછળ ભાગતા પણ દેખાઈ રહ્યા છે. આ ઘટનાના બીજા એક વીડિયોમાં પોલીસ એકની ધરપકડ કરતી જોવા મળી રહી છે. તે સમયે આસપાસ રહેલા કેટલાક લોકો પોલીસને કહેતા જોવા મળે છે કે આરોપીની બંદૂક પડી ગઈ છે. બદલાપુર રેલવે સ્ટેશનના હોમ પ્લેટફોર્મ પર ફાયરિંગની ઘટના બની છે અને ફાયરિંગ કરનાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. પ્રાથમિક માહિતી સામે આવી છે કે વિકાસ નાના પગારે નામના વ્યક્તિએ સાંજે લગભગ છ વાગ્યે શંકર સંસારે પર ગોળી ચલાવી હતી. ગોળીબારમાં શંકર સંસારે જખમી થયો છે. આ વિવાદ અને ઘટના પૈસાને કારણે થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બદલાપુર વેસ્ટમાં વૈશાલી ટોકીઝની સામે બે લોકો વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો. આ વચ્ચે શંકર સંસારેને ત્રણથી ચાર લોકોએ માર માર્યો હતો જેને લીધે શંકર બદલાપુર રેલવે સ્ટેશન પર ભાગીને આવી ગયો હતતો. આ વખતે વિકાસ પગારેએ તેના પર ગોળીબાર કર્યો. પોલીસે આરોપી (Badlapur Railway Station Firing) વિકાસ પાગરને કસ્ટડીમાં લીધો છે. કલ્યાણ લોહમાર્ગ પોલીસ તપાસ કરી રહી છે કે શું આ બધા લોકો પહેલા પણ કોઈ ગુનામાં સામેલ છે કે નહીં.