બાબા સિદ્દીકી હત્યાકાંડના ચોથા આરોપી ઝીશાન અખ્તરની થઈ ઓળખ, શૂટરોને આપ્યા નિર્દેશ

13 October, 2024 10:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બાબા સિદ્દીકી મર્ડર કેસના ચોથા આરોપી ઝીશાન અખ્તરની ઓળખ થઈ ગઈ છે. તે પંજાબનો રહેવાસી છે અને તે ત્રણેય શૂટરોને નિર્દેશ પણ આપી રહ્યો હતો. અત્યાર સુધી બે આરોપીની ધરપકડ થઈ છે, જ્યારે ત્રીજા શૂટરની શોધ હજી ચાલી રહી છે. 

13 ઓક્ટોબર, રવિવારે એનએમ જોશી પોલીસ સ્ટેશનમાંથી આરોપીને મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટમાં લઈ જવામાં આવશે. તસવીર/શાદાબ ખાન

બાબા સિદ્દીકી મર્ડર કેસના (Baba Siddiqui Murder Case) ચોથા આરોપી ઝીશાન અખ્તરની ઓળખ થઈ ગઈ છે. તે પંજાબનો રહેવાસી છે અને તે ત્રણેય શૂટરોને નિર્દેશ પણ આપી રહ્યો હતો. અત્યાર સુધી બે આરોપીની ધરપકડ થઈ છે, જ્યારે ત્રીજા શૂટરની શોધ હજી ચાલી રહી છે. 

એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકી હત્યાકાંડના ચોથા આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. તે પંજાબના (Punjab) જાલંધર જિલ્લાનો છે. જાલંધર જિલ્લાના નકોદરના શંકર ગામનો રહેવાસી ઝીશાન અખ્તર પર બીજા આરોપીઓના રહેવાનો ઇંતેજામ કરવાનો આરોપ છે. સાથે જ, તે ત્રણેય શૂટરોને નિર્દેશ પણ આપી રહ્યો હતો. તે ફરાર છે અને મુંબઈ પોલીસ (Mumbai Police) તેની પણ શોધ કરી રહી છે. બાબા સિદ્દીકી હત્યાકાંડમાં પોલીસે બે હુમલાખોરોની ધરપકડ કરી છે જેમની ઓળખ હરિયાણાના કૈથલ નિવાસી ગુરમેલ બલજીત સિંહ અને ઉત્તર પ્રદેશ નિવાસી ધર્મરાજ રાજેશ કશ્યપ તરીકે થઈ છે. આજે બન્નેને કૉર્ટમાં હાજર કરવામાં આવ્યા. કૉર્ટે એકને 7 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે જ્યારે બીજો આરોપી જેનું નામ ધર્મરાજ કશ્યપ છે, તે પોતાને સગીર ગણાવી રહ્યો છે. કૉર્ટે તેના જન્મ અને ઉંમરની તપાસ કરવાનો આદેશ આપ્યો છો.

જેલમાંથી બહાર આવ્યા બાદ જીશાન ગુરમેલના ઘરે ગયો, સાથે જ મુંબઈ જવા રવાના થયો
વર્ષ 2022માં જલંધર ગ્રામીણ પોલીસે ઝીશાન અખ્તર (Zeeshan Akhtar) વિરુદ્ધ હત્યા અને લૂંટનો કેસ નોંધ્યો હતો અને તેને પટિયાલા જેલમાં મોકલી આપ્યો હતો. તે જૂનમાં જેલમાંથી બહાર આવ્યો હતો. પટિયાલા જેલમાં રહીને તે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં આવ્યો અને તેમની ગેંગમાં જોડાયો. જેલમાંથી બહાર આવ્યા બાદ જીશાન અખ્તર બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપી કૈથલના રહેવાસી ગુરમેલના ઘરે ગયો હતો. બંને એકસાથે મુંબઈ જવા નીકળ્યા હતા અને તમામ આરોપીઓ મુંબઈમાં સાથે રહેતા હતા. જીશાન અખ્તર (Zeeshan Akhtar) ત્રણેય શૂટરોને સૂચના આપી રહ્યો હતો. ઝીશાન અખ્તરે જ બાબા સિદ્દીકી હત્યા કેસને અંજામ આપવા માટે ભાડાના રૂમ અને અન્ય લોજિસ્ટિકલ સપોર્ટની વ્યવસ્થા કરી હતી.

ઝીશાન અખ્તર માત્ર 21 વર્ષનો છે, તે 10મા સુધી ભણ્યો
ઝીશાન અખ્તર (Zeeshan Akhtar) માત્ર 21 વર્ષનો છે. તેણે પોતાના ગામની સરકારી શાળામાંથી 10મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. આરોપીના પિતા મોહમ્મદ જમીલ ટાઇલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. મુંબઈ પોલીસ ઝીશાન અખ્તરની ધરપકડ માટે દરોડા પાડી રહી છે. મુંબઈ પોલીસ (Mumbai Police) પણ પંજાબ પોલીસના (Punjab Police) સંપર્કમાં છે અને તેના સંભવિત છુપાયેલા સ્થળો અંગે તેમની મદદ લઈ રહી છે.

baba siddique mumbai police mumbai news mumbai nationalist congress party murder case maharashtra news maharashtra