બાન્દ્રામાં અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા, બેની ધરપકડ તો એક ફરાર

12 October, 2024 11:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Baba Siddique Shot Dead: બાબા સિદ્દીકીને ગોળી વાગ્યા બાદ તેમને લીલાવતી હૉસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું.

બાબા સિદ્દીકીની ગોળીમારીને હત્યા

મુંબઈના બાન્દ્રાથી એક બ્રેકિંગ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અજિત પવાર (Baba Siddique Shot Dead) જૂથના એક મોટા અને મહત્ત્વના નેતા બાબા સિદ્દીકી પર ગોળીબાર થયો હોવાની ઘટના બની છે. એનસીપીના નેતા પર બાન્દ્રા ઈસ્ટ વિસ્તારમાં ગોળીબાર થયો હોવાની માહિતી સામે આવી છે. બાબા સિદ્દીકીને ગોળી વાગ્યા બાદ તેમને લીલાવતી હૉસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું.

પ્રાથમિક માહિતી મુજબ બાન્દ્રા ઈસ્ટમાં આવેલા ખેરવાડી વિસ્તારમાં બાબા સિદ્દીકીની (Baba Siddique Shot Dead) ઑફિસ નજીકના રામ મંદિર પાસે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટના દશેરાની રાત્રે 12 ઑક્ટોબરે લગભગ 9.15 વાગ્યાની આસપાસ બની હતી. નિર્મલ નગર વિસ્તારમાં લોકો ફટાકડા ફોડી રહ્યા હતા તે દરમિયાન બાબા સિદ્દીકી પર ત્રણ અજાણ્યા લોકોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે.

બાબા સિદ્દીકી પર છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે અને ગોળી બાબા સિદ્દીકીને વાગતા તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ તેમને તાત્કાલિક લીલાવતી હૉસ્પિટલમાં (Baba Siddique Shot Dead) દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં દાખલ થયા બાદ તરત જ સારવાર વખતે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા અને હવે તેની સત્તાવાર પુષ્ટિ મુંબઈ કૉંગ્રેસ સહિત અનેક પક્ષો દ્વારા કરવામાં આવી છે.

મુંબઈ પોલીસના સ્પેશિયલ સીપી દેવેન ભારતીએ મીડિયાના (Baba Siddique Shot Dead) જણાવ્યું કે બાબા સિદ્દીકી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પોલીસે તરત જ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ એકની ધરપકડ કરવા માટે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. બાબા સિદ્ધિકીના મૃત્યુનું માહિતી મળતા રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે. બાબા સિદ્ધિકીના મૃતદેહને લીલાવતી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો છે જેને મળવા હવે રાજનેતાઓથી લઈને બૉલિવૂડના ભાઇજન સલમાન ખાન પણ પહોંચ્યા છે.

ભારતીય જાતના પાર્ટીના (Baba Siddique Shot Dead) નેતા આશિષ શેલાર દેવેન્દ્ર ફડણવીસ, બાબા સિદ્દીકીના દીકરા અને બાન્દ્રાના એમએલએ ઝિશાન સિદ્દીકી સહિતના અનેક મોટા નેતાઓ હવે લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા છે અને પહોંચી રહ્યા છે. આ ઘટનાને પગલે હવે લીલાવતી હૉસ્પિટલ અને ગોળીબાર થયેલા વિસ્તારમાં મોટા પ્રમાણમાં મુંબઈ પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ ત્રણમાંથી એક આરોપી યુપી અને એક હરિયાણાનો હોવાની માહિતી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપી હતી. આ કેસમાં મુંબઈ પોલીસની સાથે સ્પેશિયલ સેલ પણ તપાસ કરશે એવી માહિતી સૂત્રોએ આપી હતી. આ ઘટનાને લઈને હવે પાર્ટીના નેતાઓમાં આક્રોશ ફેલાયો છે અને તેઓ ન્યાયની માગણી કરી રહ્યા છે. સિદ્દીકીને થોડા દિવસ પહેલા મારી નાખવાની ધકમી પણ આપવામાં આવી હતી જેને પગલે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. 

baba siddique devendra fadnavis political news maharashtra news lilavati hospital ajit pawar