13 October, 2024 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાબા સિદ્દિકી અને લોરેન્સ બિશ્નોઈ
બાબા સિદ્દીકીની હત્યા (Baba Siddique Murder) બાદ સમગ્ર મુંબઈ અને મહારાષ્ટ્ર હચમચી જવા પામ્યું છે. આ હત્યા પાછળ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની ચર્ચા ચાલી રહી હતી. આ વચ્ચે હવે બિશનોઈ ગેંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હોવાની વાત જાણવા મળી રહી છે. બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી હોવાની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે દાઉદ નજીક હોવાના કારણે બાબા સિદ્દિકીની હત્યા (Baba Siddique Murder) કરવામાં આવી છે.
શું કહેવામાં આવ્યું છે આ પોસ્ટમાં?
Baba Siddique Murder: તમને જણાવી દઈએ કે બિશ્નોઈ ગેંગ જએ ફેસબુક પોસ્ટ ફરી રહી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, “ઓમ જય શ્રી રામ, જય ભારત... હું જીવનની કિંમત જાણું છું... હું શરીર અને પૈસાને ધૂળ સમજું છું. મેં કર્યું તે સારું કાર્ય હતું, તે મિત્રતાનું કર્તવ્ય હતું. સલમાન ખાન અમે આ યુદ્ધ ઇચ્છતા ન હતા. પણ તમે આજે અમારા ભાઈને નુકસાન પહોંચાડ્યું છે. આજે પોતાની ઈમાનદારીના ગુણગાન ગાનારા બાબા સિદ્દીકી એક સમયે દાઉદ મકોકા કેસમાં વિવાદમાં હતા. સિદ્દીકીના મૃત્યુ પાછળનું કારણ અનુજ થાપન અને દાઉદનું બોલિવૂડ, રાજકારણ, પ્રોપર્ટી ડીલિંગ સાથેનું કનેક્શન છે. અમારે કોઈની સાથે દુશ્મની નથી. પરંતુ સલમાન ખાન અને દાઉદ ગેંગને કોણ મદદ કરશે. તેઓએ હવેથી સાવચેત રહેવું જોઈએ... જો અમારા કોઈપણ ભાઈઓના જીવને જોખમ હશે તો અમે ચોક્કસ પ્રતિક્રિયા આપીશું.. અમે ક્યારેય પ્રથમ પ્રહાર કર્યો નથી... જય શ્રી રામ જય ભારત...”
Baba Siddique Murder: આ પોસ્ટ વાયરલ થયા બાદ મુંબઈ પોલીસ આ પોસ્ટની સત્યતાની તપાસ કરી રહી છે. આ આખી જ ઘટના બાદ અભિનેતા સલમાન ખાનનો જીવ પણ જોખમમાં હોવાની વાત સામે આવી રહી છે. સિદ્દીકીની હત્યા બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ ધરાવતી હોઈ સલમાન ખાનની સુરક્ષાને લઈને પણ સવાલો ઊઠી રહ્યા છે.
બિશ્નોઈએ તો રાજસ્થાનમાં ફિલ્મ `હમ સાથ-સાથ હૈ`ના શૂટિંગ દરમિયાન 1998માં કાળિયાર હત્યામાં સલમાન ખાનની કથિત સંડોવણી અંગે ધમકી આપી હતી અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
સલમાન ખાનને તો છેલ્લા ઘણા વર્ષોમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મોતની ધમકીઓ મળતી આવી છે. અભિનેતાને આવી અનેક ધમકીઓણો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે જ એપ્રિલમાં પણ એક એવી જ ઘટના બનવા પામી હતી. જેમાં બે અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને મુંબઈમાં સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર ગોળીબાર કર્યો હતો.
તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીક પર ત્રણ શખ્સોએ ગોળીબાર (Baba Siddique Murder) કર્યો હોવાની વાત સામે આવી છે, આ ત્રણેયમાંથી એક જણ વાહનમાંથી બહાર આવ્યો હતો અને એકબાજુ જ્યાં ફટાકડા ફૂટવાણો અવાજ આવી રહ્યો હતો એની વચ્ચે બાબા સિદ્દિકીની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેઓને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.