15 October, 2024 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાબા સિદ્દીકીની ફાઇલ તસવીર
તાજેતરમાં જ મુંબઈમાં એનસીપી નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા (Baba Siddique Murder Case) થઈ હતી. ત્યારબાદ સમગ્ર મુંબઈ અને મહારાષ્ટ્ર હચમચી જવા પામ્યું છે. રોજ નવા અપડેટ સામે આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ત્યારે તો પોલીસ દ્વારા ત્રીજા શૂટર શિવકુમાર ગૌતમની શોધખોળ ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ કેસના સંબંધમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ હત્યા પ્રકરણમાં ગોળીબાર કરનાર શૂટર્સ ગુરમેલ બલજીત સિંહ અને ધર્મરાજ રાજેશ કશ્યપ તેમ જ પ્રવિણ લોણકરને ઝડપી લીધો છે. ગુરમેલ બલજીત સિંહ અને ધર્મરાજ રાજેશ કશ્યપે પ્રવિણ લોણકર સાથે મળીને આ કાવતરું કર્યું હતું.
સલમાન ખાનના ઘરની પણ રેકી કરી હતી?
એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે બાબા સિદ્દીકી હત્યા કેસ (Baba Siddique Murder Case)ના આરોપીએ અભિનેતા સલમાન ખાનના ઘરની પણ રેકી કરી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર ગુરમેલ સિંહ નામના એક આરોપીએ ગયા મહિને જ સલમાન ખાનના ઘરની પણ રેકી કરી હતી. આ ઘટના બાદ ગુરમેલ સિંહ પોતાના મોબાઈલનો ડિસ્પ્લે તોડીને તેનો મોબાઈલ ફોન તોડી પાડ્યો હતો.
આરોપીઓ કઈ રીતે એકબીજા સાથે વાત કરતાં હતા?
પ્રાપ્ત અહેવાલો અનુસાર બાબા સિદ્દીકીની હત્યાના કેસ (Baba Siddique Murder Case)માં સંડોવાયેલા આરોપીઓ એકબીજા સાથે `સ્નેપચેટ` નામના એપ દ્વારા તેમની એકબીજા સાથે વાતો કરતાં હતા. અને તેઓ આ જ એપ થકી એકબીજાને માહિતી શેર કરતાં હતા. વળી એકબીજાને આ મેસેજ મળી જાય ત્યારબાદ તેઓ તરત જ તે મેસેજને ડિલીટ કરી નાખતા હોવાની વાત પણ સામે આવી છે.
આધાર કાર્ડપણ સ્નેપચેટ પર મોકલવામાં આવ્યાં હતા
બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં જે આરોપીઓ સામેલ છે તેઓ સ્નેપચેટ થકી એકબીજા સાથે વાતો તો કરતાં જ હતા આણે સાથે આ આરોપીઓએ જે નકલી આધાર કાર્ડણો ઉપયોગ કર્યો હતો તે પણ સ્નેપચેટ દ્વારા જ મોકલવામાં આવ્યાં હતા. આ કેસના એક આરોપીએ કબૂલ્યું હતું કે તેમને નકલી આધાર કાર્ડના સ્ક્રીનશોટ લેવા અને પછી ડિલીટ કરવાની સૂચના આપવામાં આવી હતી. આરોપીઓએ કબૂલત કરી હતી કે તેઓને આધાર કાર્ડનો સ્ક્રીનશોટ લેવા અને તેને તાત્કાલિક ડિલીટ કરવાની સૂચના આપવામાં આવી હતી.
ઘાટકોપરથી લાવવામાં આવી હતી પિસ્તોલ
બાબા સિદ્દીકીની હત્યા (Baba Siddique Murder Case) માટે જે પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ફરાર આરોપી શિવકુમાર ગૌતમ ઘાટકોપરથી લાવ્યો હતો એવી વાત પણ સામે આવી છે. વળી આ પિસ્તોલને લેવા માટે શિવકુમાર ગૌતમ એકલો જ ગયો હતો. આ સમગ્ર કેસમાં શિવકુમાર, ગુરમેલ સિંહ અને મોહમ્મદ જિશાન અખ્તર મુખ્ય આરોપી છે. સૂત્રોએ માહિતી આપી છે કે આ ત્રણેયે પુણેમાં બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.