18 October, 2024 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબા સિદ્દીકી મર્ડરકેસના આરોપીઓ
બાબા સિદ્દીકીની શનિવારે રાતે હત્યા કરીને ભાગી ગયેલા આરોપી શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવા અને અન્ય બે આરોપીઓ શુભમ લોણકર અને ઝીશાન અખ્તર સામે ગઈ કાલે પોલીસે લુક આઉટ નોટિસ ઇશ્યુ કરી છે. પોલીસને શંકા છે કે ધરપકડથી બચવા આરોપીઓ વિદેશ નાસી જઈ શકે છે. શિવાએ બાબા સિદ્દીકી પર કરેલા ફાયરિંગમાં તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે પુણેના શુભમ લોણકર પર હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હોવાનો આરોપ છે અને પંજાબના ઝીશાન અખ્તરે પણ આ કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે બહાર રહીને બાબા સિદ્દીકીની માહિતી અન્ય આરોપીઓને પૂરી પાડતો હતો અને લૉજિસ્ટિક સપોર્ટ આપવામાં પણ તેણે ગોઠવણ કરી આપી હતી.