બાબા સિદ્દીકી હત્યા કરવા આરોપીઓએ માગ્યા હતા આટલા રૂપિયા: મુંબઈ પોલીસે કર્યો દાવો

19 October, 2024 07:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Baba Siddique Murder Case: અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ પૂર્વ ધારાસભ્ય સિદ્દીકીની હત્યામાં સામેલ લોકોને જરૂરી સામગ્રી અને અન્ય પ્રકારની મદદ પૂરી પાડી હતી.

બાબા સિદ્દીકી (ફાઇલ તસવીર)

બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓએ હત્યા માટે 50 લાખ રૂપિયાની માગણી કરી હતી, પરંતુ ચૂકવણી અંગે મતભેદ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના (Baba Siddique Murder Case) નેતાના પ્રભાવને કારણે તેઓએ પછીથી હત્યા કરવાની મનાઈ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ પૂર્વ ધારાસભ્ય સિદ્દીકીની હત્યામાં સામેલ લોકોને જરૂરી સામગ્રી અને અન્ય પ્રકારની મદદ પૂરી પાડી હતી.

હત્યા કેસમાં અત્યાર સુધીમાં 9ની ધરપકડ

બાબા સિદ્દીકી હત્યા કેસમાં શૂટરોને હથિયારો અને લોજિસ્ટિકલ સપોર્ટ આપવા બદલ શુક્રવારે વધુ પાંચ (Baba Siddique Murder Case) લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસના એક અધિકારીએ આ માહિતી આપી હતી. આ સનસનાટીભર્યા કેસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા હવે નવ પર પહોંચી ગઈ છે, જ્યારે ત્રણ લોકો ફરાર છે. પોલીસે જણાવ્યું કે તાજેતરમાં ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નીતિન ગૌતમ સપ્રે (32), સંભાજી કિસન પારધી (44), પ્રદીપ દત્તુ થોમ્બરે (37), ચેતન દિલીપ પારધી અને રામ ફૂલચંદ કનોજિયા (43) તરીકે થઈ છે.

50 લાખની માગણી

સપ્રે ડોમ્બિવલીના છે જ્યારે સંભાજી કિસન પારધી, થોમ્બરે અને ચેતન દિલીપ પારધી (27) થાણે જિલ્લાના અંબરનાથના છે અને કનોજિયા રાયગઢના પનવેલનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન, પોલીસને જાણવા (Baba Siddique Murder Case) મળ્યું કે સપ્રેની આગેવાની હેઠળની ગેન્ગ એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા માટે મધ્યસ્થી પાસેથી રૂ. 50 લાખની માગણી કરી હતી પરંતુ સોદા અંગે મતભેદને કારણે સોદો ફાઇનલ થઈ શક્યો ન હતો, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.

મુખ્ય કાવતરાખોર મોહમ્મદ જીશાન અખ્તર છે

તેણે કહ્યું કે આ ઉપરાંત સપ્રે જાણતો હતો કે સિદ્દીકી (Baba Siddique Murder Case) એક પ્રભાવશાળી નેતા છે, તેથી તેને મારવાથી તેની ગેન્ગ માટે મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે, તેથી આ આરોપીઓએ આગળ ન વધવાનું નક્કી કર્યું. પરંતુ આરોપીઓએ નવા શૂટર્સને જરૂરી સામગ્રી આપવા અને અન્ય સહાય પૂરી પાડવાનું નક્કી કર્યું, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે સપ્રેની આગેવાની હેઠળની ગેન્ગ ગોળીબારના સમય સુધી કાવતરાખોર શુભમ લોંકર (Baba Siddique Murder Case) અને મુખ્ય કાવતરાખોર મોહમ્મદ જીશાન અખ્તરના સંપર્કમાં હતી. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી સિદ્દીકી (66)ની 12 ઓક્ટોબરની રાત્રે મુંબઈના બાન્દ્રામાં તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ, શુભમ લોંકર અને મોહમ્મદ જીશાન અખ્તર હાલ ફરાર છે.

baba siddique murder case mumbai police bandra mumbai news mumbai