Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં હવે ગુજરાતનો શખ્સ ઝડપાયો- ૨૫મી ધરપકડ

17 November, 2024 05:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Baba Siddique Murder Case: સલમાનભાઈ ઈકબાલભાઈ વ્હોરા નામના શખ્સને મુંબઈથી 565 કિલોમીટર દૂર આવેલા અકોલાના બાલાપુર પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. 

બાબા સિદ્દીકીની ફાઇલ તસવીર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના 66 વર્ષીય નેતા બાબા સિદ્દિકીની 12 ઓક્ટોબરે બાંદ્રા પૂર્વના નિર્મલ નગર વિસ્તારમાં તેમના ધારાસભ્ય પુત્ર ઝીશાન સિદ્દીકની ઓફિસ નજીક ગોળી મારીને હત્યા (Baba Siddique Murder Case) કરવામાં આવી હતી.

બાબા સિદ્દીક હત્યા કેસમાં રોજ નવા નવા અપડેટ સામે આવતા જાય છે. આ હત્યા કેસમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. હવે આ કેસમાં અકોલામાંથી ગુજરાતના એક રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે. હવે નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં આરોપીઓની સંખ્યા 25 થઈ ગઈ હતી. 

ગુજરાતના આણંદના પેટલાદનો રહેવાસી પકડાયો 

હવે જે આરોપી (Baba Siddique Murder Case)ની ધરપકડ કરાઇ છે એ ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે. સલમાનભાઈ ઈકબાલભાઈ વ્હોરા નામના શખ્સને મુંબઈથી 565 કિલોમીટર દૂર આવેલા અકોલાના બાલાપુર પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. 

જે આરોપી પકડાયો છે તે બાબતે અધિકારીએ જણાવ્યું હતું કે, "વોહરાએ આ વર્ષે મે મહિનામાં બેંક ખાતું ખોલાવ્યું હતું અને ધરપકડ કરાયેલા આરોપી ગુરમેલ સિંઘ, રૂપેશ મોહોલ અને હરીશકુમારના ભાઈ નરેશકુમાર સિંહને નાણાકીય સહાય પૂરી પાડી હતી. તેણે ગુના સાથે જોડાયેલા અન્ય લોકોને પણ મદદ કરી છે”

તમને જણાવી દઈએ કે હરિયાણાના ગુરમેલ સિંહ અને ઉત્તર પ્રદેશના રહેવાસી ધર્મરાજ કશ્યપને હત્યા બાદ તરત જ સ્થળ પરથી પકડી લેવામાં આવ્યા હતા. હવે પોલીસે ગુજરાતના રહેવાસીને પકડી પાડ્યો છે. ત્યારે  આ કેસમાં હવે મોટી સફળતા મળી ગઈ છે. 

Baba Siddique Murder Case: આ પહેલા ઉત્તર પ્રદેશના બહરાઈચમાંથી કથિત મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગૌતમ કે જે 12 ઓક્ટોબરથી જ નાસી ગયો હતી. પણ તેને નેપાળ  ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પકડી લેવામાં આવ્યો હતો.

ફંડ ટ્રાન્સફર કરવામાં નિમિત બન્યા છે આ લોકો 

ગુજરાતના આણંદમાં અર્બન પાર્કમાં રહેતો સલમાન વ્હોરાની અકોલાના બાલાપુરમાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ, અકોલાની મદદથી પકડી લેવામાં સફળતા મળી છે ત્યારે અન્ય એક આરોપી આકાશ દીપ ગિલની પણ પંજાબના ફાઝિલ્કામાં ધરપકડ કરવામાં આવી છે.
 
Baba Siddique Murder Case: પોલીસ દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે કે ગુજરાતમાં મે 2024માં ખોલવામાં આવેલ વોહરાના કર્ણાટક બેંક એકાઉન્ટનો ઉપયોગ અન્ય ધરપકડ કરાયેલા આરોપી ગુરનૈલ સિંહના ભાઈ નરેશકુમાર સિંહ સહિત અનેક આરોપીઓને ફંડ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો. અન્ય પ્રાપ્તકર્તાઓમાં રૂપેશ મોહોલ અને હરીશકુમારનો સમાવેશ થાય છે.આ નાણાકીય ટ્રાન્ઝેક્શન હત્યાના આયોજનમાં નિમિત્ત બન્યા હતા. અત્યારે પોલીસ દ્વારા મની ટ્રેઇલ અને તેના મૂળમાં શું અને કોણ કોણ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે ત્યારે વધુ માહિતી સામે આવી તેવી શક્યતા છે.

mumbai news mumbai anand akola baba siddique murder case zeeshan siddique nationalist congress party Crime News