Ayodhya Ram Mandir: અંબાણી પરિવાર બન્યો રામમય, શ્રીરામ નામથી ઝગમગ્યું એન્ટિલિયા

22 January, 2024 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એ 22મી જાન્યુઆરીના રોજ રજા જાહેર કરી છે જેથી રિલાયન્સના લાખો સાથીદારો અને પરિવારો રામ લલ્લાના ભક્તિમય `પ્રાણ પ્રતિષ્ઠા` સમારોહની ઉજવણી કરી શકે.

અંબાણી પરિવારના એન્ટિલિયા હાઉસને શ્રીરામ નામથી શણગારવામાં આવ્યું

Ayodhya Ram Mandir: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એ ભારતની પ્રથમ ખાનગી સંસ્થાઓમાંની એક છે જેણે 22મી જાન્યુઆરીના રોજ રજા જાહેર કરી છે જેથી રિલાયન્સના લાખો સાથીદારો અને પરિવારો રામ લલ્લાના ભક્તિમય `પ્રાણ પ્રતિષ્ઠા` સમારોહની ઉજવણી કરી શકે અને તેમાં જોડાઈ શકે.

સોમવારે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિર(Ayodhya Ram Mandir )નો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ સમારોહમાં ભારતીય ઉદ્યોગ (ઇન્ડિયા ઇન્ક)ની ઘણી મોટી હસ્તીઓ સહિત લગભગ 7,000 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતીય ઉદ્યોગના જે લોકોને આમંત્રણ મળ્યું છે તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી અને તેમનો પરિવાર સામેલ છે.

અયોધ્યા રામ મંદિર સમારોહ(Ayodhya Ram Mandir ) અભિષેક સમારોહ માટે આમંત્રણ મેળવનાર VIPની યાદીમાં મુકેશ અંબાણીની માતા કોકિલાબેન, પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક તથા ચેરપર્સન નીતા અંબાણી, પુત્રો આકાશ અંબાણી અને અનંત અંબાણી, પુત્રવધૂ શ્લોકા અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટનો સમાવેશ થાય છે.

અયોધ્યામાં મુલાકાતીઓ માટે સેવા 
 

રિલાયન્સે 22 જાન્યુઆરીએ કર્મચારીઓને રજા આપી હતી

અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહના દિવસે 22 જાન્યુઆરીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની તમામ ઓફિસો બંધ રહેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ દિવસે રજા જાહેર કરી છે.

 

reliance ram mandir mukesh ambani mumbai news nita ambani