19 February, 2024 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેષ્ઠ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી અવૉર્ડની જાહેરાત
ક્રેડાઇ-એમસીએચઆઇ (થાણે)ના હોમ ઉત્સવ પ્રૉપર્ટી ૨૦૨૪ માટે વર્તમાન વર્ષે શ્રેષ્ઠ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી અવૉર્ડની જાહેરાત કરવામાં આવી છે અને એક્સ્પો દરમિયાન વિજેતા સોસાયટીઓને અવૉર્ડ આપવામાં આવશે.
થાણે શહેરના રીડેવલપમેન્ટ વિષયે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આથી ફ્લૅટ ખરીદવા ઇચ્છુક લોકો અને મુલાકાતીઓની માહિતીમાં ઉમેરો થયો હતો, એમ ક્રેડાઇ–એમસીએચઆઇ (થાણે)ના પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.
થાણે શહેરના રીડેવલપમેન્ટ વિષયે આયોજિત સેમિનારમાં મકરંદ તોરસકર (એમ્બિયન્સ ડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડ), મકરંદ પરાંજપે (સાકાર આર્કિટેક્ટ), ઍડ્વોકેટ પ્રસન્ના માતે અને થાણે ડિસ્ટ્રિક્ટ હાઉસિંગ ફેડરેશનના ચૅરમૅન સીતારામ રાણેએ વક્તવ્ય આપ્યાં હતાં.
ક્રેડાઇ-એમસીએચઆઇ (થાણે)ની હોમ ઉત્સવ પ્રૉપર્ટી ૨૦૨૪ની આયોજન ટીમ વિવિધ ઇવેન્ટ તૈયાર કરી રહી છે જેને એક્સ્પોની સાથોસાથ રજૂ કરવામાં આવશે. સહભાગી થનારાઓ અને મુલાકાતીઓ માટે આ ઇવેન્ટ મહિતીસભર બની રહેશે. અપેક્ષા એ છે કે મહત્તમ સંખ્યામાં મુલાકાતીઓ અને સહભાગી થનારાઓ આ ઇવેન્ટનો લાભ લેશે અને ફ્લૅટની તલાશ માટે જાણકારી મેળવશે, એમ જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.