25 June, 2024 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌરવ કાશિદે
મરાઠી સિરિયલ્સના અસિસ્ટન્ટ ડિરેક્ટર ગૌરવ કાશિદે સેટ પર પોતાનો બર્થ-ડે ઊજવી મોડી રાતે બાઇક પર ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે વાકોલા બ્રિજ પર રસ્તા વચ્ચે પાર્ક કરાયેલી બસની સાથે અથડાતાં ગંભીર રીતે જખમી થયો હતો. ૧૦ જૂનની રાતે થયેલા આ અકસ્માત બાદ તેને સારવાર માટે ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે ૧૦ દિવસની સારવાર બાદ રવિવારે તેણે ICUમાં અંતિમ શ્વાસ લીધા હતા. આમ તેજસ્વી અને આશાસ્પદ યુવાન ડિરેક્ટરનો અકાળે અંત આવ્યો હતો. તેના મૃત્યુને લઈને મરાઠી સિનેજગતમાં શોકની લાગણી ફરી વળી હતી. વાકોલા પોલીસે આ કેસમાં બસ-ડ્રાઇવર સામે ગુનો નોંધીને તેની સામે કાર્યવાહી કરી હતી.