મહારાષ્ટ્રનો મહાસંગ્રામ ૨૦ નવેમ્બરે

16 October, 2024 06:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આખા રાજ્યની તમામ ૨૮૮ બેઠકો પર એક જ તબક્કામાં થશે ચૂંટણી: ૨૩ ‌નવેમ્બરે રિઝલ્ટ

પ્રતીકાત્મક તસવીર

ઇલેક્શન કમિશનના વડા રાજીવ કુમારે ગઈ કાલે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં આખા રાજ્યની ચૂંટણી ૨૦ નવેમ્બરે યોજાશે અને ૨૩ નવેમ્બરે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે એમ ઇલેક્શન કમિશને જાહેર કર્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. કુલ ૨૮૮ બેઠકો માટે થનારી આ વિધાનસભાની ચૂંટણીનું નોટિફિકેશન ૨૨ ઑક્ટોબરે બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારી ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૯ ઑક્ટોબર હશે. ૩૦ ઑક્ટોબરે ઉમેદવારોનાં એ ફૉર્મ્સની સ્ક્રૂટિની થશે અને ફૉર્મ પાછું ખેંચવાની તારીખ ૪ નવેમ્બર રાખવામાં આવી છે. 

આંકડાબાજી

૨૮૮- રાજ્યમાં આટલી બેઠકો માટે થશે ચૂંટણી

૨૩૪- જનરલ કૅટેગરીમાં આટલી બેઠકો છે

૨૫- શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ માટે આટલી બેઠકો અનામત રાખવામાં આવી છે

૨૯- શેડ્યુલ્ડ કાસ્ટ માટે આટલી બેઠકો અનામત રાખવામાં આવી છે

૯,૬૪,૮૫,૭૬૫ - રાજ્યમાં આટલા રજિસ્ટર્ડ વોટર છે

૪,૯૭,૦૦,૦૦૦ - રાજ્યમાં આટલા રજિસ્ટર્ડ પુરુષ વોટર છે

૪,૬૬,૦૦,૦૦૦ - રાજ્યમાં આટલા રજિસ્ટર્ડ મહિલા વોટર છે

૨૦,૯૩,૦૦૦ - આટલા યુવાન મતદારો પહેલી વખત મતદાન કરશે

૫૯૯૭ - આટલા તૃતીયપંથી મતદારો છે

૧૨,૪૩,૦૦૦ - ૮૫ વર્ષ કરતાં વધુ ઉંમરના આટલા મતદાર છે

૧,૦૦,૧૮૬ - આટલાં પોલિંગ સ્ટેશન રાખવામાં આવ્યાં છે

૬,૩૨,૦૦૦ - આટલા દિવ્યાંગ મતદાર છે

 

mumbai news mumbai maharashtra assembly election 2024 maharashtra news maharashtra political news eknath shinde devendra fadnavis ajit pawar