મુંબઈમાં આ જગ્યાએ બનશે પંઢરપુર વિઠ્ઠલ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ

15 July, 2024 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ashadhi Ekadashi 2024: મીરા રોડના એસકે સ્ટોન જંકશન નજીક આવેલા સેન્ટ્રલ પાર્કમાં વિઠ્ઠલ રુકમણી મંદિરની પ્રતિકૃતિ સ્થાપિત કરવાની પહેલ બાબતે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

પંઢરપુરમાં આવેલું વિઠ્ઠલ રુકમણી મંદિર (ફાઇલ તસવીર)

બુધવાર 17 જુલાઈએ અષાઢી એકાદશી છે. આ શુભ દિવસે મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલા વિઠ્ઠલ રુકમણી મંદિરના (Ashadhi Ekadashi 2024) દર્શન સહિત પંઢરપુરની યાત્રાનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ હોય છે. જો કે આ સમય દરમિયાન વિસ્તારમાં ભારે ભીડ પણ હોય છે જેને લીધે અનેક લોકો યાત્રા કરવાનું ટાળે છે. તેમ જ નબળી આર્થિક પરિસ્થિતિને કારણે પણ અનેક લોકોઆ ધાર્મિક યાત્રાનો લાભ લઈ શકતા નથી. જેને લીધે હવે મુંબઈમાં પણ વિશ્વપ્રસિદ્ધ પંઢરપુરના વિઠ્ઠલ રુકમણી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવવાની છે.

મુંબઈમાં પણ પંઢરપુરના વિઠ્ઠલ રુકમણી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાની જાહેરાત ભારતીય જનતા પાર્ટી (BJP) ના ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ (Ashadhi Ekadashi 2024) કરી છે. મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે પંઢરપુરની વારી યાત્રામાં કરવા અથવા મંદિરે જઈને દર્શન કરવા માટે અસમર્થ એવા ભક્તો માટે મુંબઈમાં પંઢરપુર મંદિરનું પ્રતિકૃતિ બનાવવામાં આવવાની છે. મીરા રોડના એસકે સ્ટોન જંકશન નજીક આવેલા સેન્ટ્રલ પાર્કમાં વિઠ્ઠલ રુકમણી મંદિરની પ્રતિકૃતિ સ્થાપિત કરવાની પહેલ બાબતે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

નરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે “પંઢરપુરમાં ભગવાન વિઠોબા મંદિરની આધ્યાત્મિક યાત્રા પર નીકળેલા દેશભરમાંથી લાખો વારકરી યાત્રાળુઓનું (Ashadhi Ekadashi 2024) સાક્ષી આપતું આ તીર્થસ્થાન ખૂબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે અને ઊંડી ભક્તિ, વાઇબ્રન્ટ સરઘસો અને સામુદાયિક બંધન આ યાત્રા દરમિયાન ચિહ્નિત થાય છે. મંદિર બાબતે માહિતી આપતા મહેતાએ કહ્યું કે “ મીરા રોડ ખાતે નિર્માણ કરવામાં આવી રહેલી વિઠ્ઠલ મંદિરની પ્રતિકૃતિ 65 ફૂટ ઊંચી હશે જેમાં અત્યંત આદરણીય દેવતાઓ ભગવાન વિઠોબા અને દેવી રુખ્મિણીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે.

આ મંદિરના ઉદ્ઘાટન માટે પ્રખ્યાત કીર્તનકારો અને ભજન ગાયકોને (Ashadhi Ekadashi 2024) આધ્યાત્મિક પ્રવચનો કરવા અને પઠન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન મુર્તિની સ્થાપના પહેલા પંઢરપુરમાં 17 જુલાઈના રોજ સવારે 5:30 વાગ્યાથી કાકડ આરતી સાથે શરૂ થનારા અઠવાડિયાના ધાર્મિક ઉત્સવો સહિત દરેક વિધિઓનું પાલન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. વારીમાં ભક્તોનું સ્વાગત છે જે માત્ર એક યાત્રા નથી પરંતુ આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાની ઉજવણી છે, એમ મહેતાએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્ય સરકારના બજેટમાં પણ પંઢરપુરની વારકારી યાત્રામાં (Ashadhi Ekadashi 2024) ભાગ લેનાર શ્રદ્ધાળુઓને વિવિધ પ્રકારની મદદ સાથે આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે. સરકારની આ નીતિઓમાં દરેક વારકારી અને વિઠ્ઠલ ભક્તો માટે "અષાઢી એકાદશી" નિમિત્તે ઇન્શ્યોરન્સ આપવામાં આવી રહ્યું છે. તે સહિત યાત્રા દરમિયાન સુધરેલી સુવિધાઓ અને વરકારીઓ માટે મફત મેડિકલ તપાસ વગેરેની સુવિધાઓ પણ મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

maharashtra news hinduism mira road mumbai news culture news bharatiya janata party mumbai