દિવ્યાંગો મતદાનથી વંચિત ન રહે એ માટે મુંબઈનાં સબર્બ્સમાં ૬૧૩ જગ્યાએ વાહનોની વ્યવસ્થા

15 May, 2024 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મુંબઈમાં ૨૦ મેએ મતદાન થવાનું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મુંબઈમાં ૨૦ મેએ મતદાન થવાનું છે ત્યારે મુંબઈનાં સબર્બ્સમાં રહેતા દિવ્યાંગ મતદારો માટે વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે. આ વિશે જિલ્લા દિવ્યાંગ સમન્વયક અધિકારી પ્રસાદ ખૈરનારે માહિતી આપી હતી કે ‘આ જિલ્લામાં ૬૭૫૦ મહિલાઓ સહિત કુલ ૧૬,૧૧૬ દિવ્યાંગ મતદારો છે. તેઓ મતદાનકેન્દ્રમાં જઈને મત આપી શકે એ માટે ૬૧૩ જગ્યાએ રિક્ષા-વૅનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પચીસ રિંગ રૂટ અને શટલ રૂટ પર દિવ્યાંગ સુલભ બસો ચલાવવામાં આવશે. આ સિવાય દિવ્યાંગોને મદદરૂપ થવા માટે ૧૧૦૬ સ્વયંસેવકોની નિયુક્તિ કરવામાં આવી છે જેઓ ચાલી ન શકે એવા દિવ્યાંગોને વાહનોમાંથી ઉતારીને મતદાનકેન્દ્રો સુધી પહોંચાડવામાં મદદ કરશે. સ્વયમ્ ઍપના માધ્યમથી અહીંના ૧૩,૮૮૮ દિવ્યાંગોને મતદાનની જાગૃતિ કરવામાં આવી છે.’

mumbai news mumbai Lok Sabha Election 2024