અર્નબ ગોસ્વામી મામલે મહારાષ્ટ્ર સરકારને ઝટકો, SCએ ધરપકડ અટકાવી

06 November, 2020 06:51 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અર્નબ ગોસ્વામી મામલે મહારાષ્ટ્ર સરકારને ઝટકો, SCએ ધરપકડ અટકાવી

અર્નબ ગોસ્વામી મામલે મહારાષ્ટ્ર સરકારને ઝટકો, SCએ ધરપકડ અટકાવી

અર્નબ ગોસ્વામી મામલે મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કૉર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કૉર્ટે વિશેષાધિકાર હનન મામલે અર્નબ ગોસ્વામીની ધરપકડ પર રોક લગાવી દીધી છે. આની સાથે જ કૉર્ટે વિધાનસભા સચિવને નોટિસ પણ મોકલી છે. સુપ્રીમ કૉર્ટે આજે પૂછ્યું કે રિુબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીની યાચિકાના સંબંધે મહારાષ્ટ્ર વિધાનસભા સચિવ વિરુદ્ધ કૉર્ટની અવમાનનાનું કારણ જણાવો નોટિસ જાહેર કેમ નથી કરી શકાઇ. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે એ પણ કહ્યું કે યાચિકાકર્તા અર્નબ ગોસ્વામીને તેમની વિરુદ્ધ જાહેર નોટિસમાં સુનાવણી સુધી ધરપકડ ન કરી શકાય. જણાવવાનું કે મહારાષ્ટ્ર વિધાનસભા સચિવે મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરેની ટિકા માટે અર્નબ વિરુદ્ધ વિશેષાધિકાર નોટિસ જાહેર કરી હતી.

સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે કોઇક આ રીતે કેમ ડરાવી શકે છે. આ રીતે ધમકાવીને કોઇને કૉર્ટ આવવાથી કેવી રીતે રોકી શકાય છે. આની સાથે જ તેમણે કહ્યું કે અમે આ પ્રકારના આચરણને પ્રોત્સાહન નથી આપતા.

મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે અને જસ્ટિસ એએસ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યમની પીઠે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારની આ કાર્યવાહી યાચિકાકર્તાને ડરાવવા માટે કરવામાં આવી છે, કારણકે તેમણે કૉર્ટનો દરવાજો ખખડાવ્યો અને આમ કરવા માટે દંડની ધમકી આપવામાં આવી હતી. સુપ્રીમ કૉર્ટે પત્રકાર અર્નબ ગોસ્વામી દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલે સંબંધિત રિપોર્ચ માટે વિશેષાધિકાર પ્રસ્તાવના ઉલ્લંઘનનું કારણ જણાવો નોટિસ વિરુદ્ધ સુનાવણી કરી રહી હતી.

નોંધનીય છે કે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની બુધવારે સવારે તેમના ઘરેતી ધરપકડ કરી 14 દિવસની ન્યાયિક અટકમાં રાખવામાં આવ્યા છે.

maharashtra uddhav thackeray supreme court mumbai mumbai news