midday

માત્ર ૭ વર્ષના અનુષ કોળીને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોવાથી આર્થિક મદદ માટે અપીલ

14 August, 2024 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલ પરેલની ગ્લેનઇગલ્સ હૉસ્પિટલ, સુપર સ્પેશ્યલિટી ઍન્ડ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં તેની સારવાર ચાલી રહી છે
અનુષ કોળી

અનુષ કોળી

મૂળ જળગાવના ચોપડામાં રહેતા ૭ વર્ષના અનુષ કોળીને લિવરની બીમારી હોવાથી  તેનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એમ છે. હાલ પરેલની ગ્લેનઇગલ્સ હૉસ્પિટલ, સુપર સ્પેશ્યલિટી ઍન્ડ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં તેની સારવાર ચાલી રહી છે. સારવાર કરાવવાની હોવાથી તેઓ હાલ વિરારમાં રહે છે. આ ગરીબ પરિવાર અનુષના લિવર ટ્રાન્સપ્લાન્ટના ઑપરેશનનો ૧૯ લાખ રૂપિયાનો ખર્ચ ઉપાડવા અસમર્થ હોવાથી તેમને આર્થિક મદદની જરૂર છે. તેના પિતા ગોવિંદ કોળી મજૂરીનું કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

જો કોઈ વાચક તેમને મદદ કરવા માગતા હોય તો તેમણે નીચે આપેલી હૉસ્પિટલના અકાઉન્ટસની ડિટેઇલ્સ મુજબ એમાં મદદ જમા કરાવી શકે છે. જોકે ઑનલાઇન પેમેન્ટ કરતી વખતે કે ફન્ડ ટ્રાન્સફર કરતી વખતે રેફરન્સ કૉલમમાં પેશન્ટનું નામ અનુષ કોળી અને નંબર UHID 8400289624 ખાસ લખવાં અને એની રિસી​ટ અથવા સ્ક્રીન-શૉટ તેના કાકા સુનીલ કોળીના વૉટ્સઍપ નંબર 8788890674 પર વૉટ્સઍપ કરી દેવાં જેથી કેટલી મદદ મળી એનો એ રેકૉર્ડ રાખી શકે. 

બૅન્ક ડિટેઇલ્સ
Account Name: 
Centre for Digestive and Kidney Diseases (India) Pvt.Ltd.
A/C NO: 006258875001
The Hongkong and Shanghai Banking Corporation Ltd (HSBC)
Mumbai Main Branch IFSC CODE: HSBC0400002

mumbai mumbai news