16 September, 2024 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલે શનિવારે કોપરખૈરણેમાંથી ત્રણ નાઇજીરિયનને ૭૫.૪૦ લાખ રૂપિયાનાં ડ્રગ્સ સાથે પકડી લીધા હતા. ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંદીપ નિગડેએ કહ્યું હતું કે ‘કોપરખૈરણેના એક મંદિર પાસેથી ત્રણ આરોપીને પકડી લેવાયા હતા. તેમની પાસેથી ૭૫.૪૦ લાખ રૂપિયાની કિંમતનું ૧૦૧.૫૨ ગ્રામ મેફેડ્રોન અને ૨૦૧.૨ ગ્રામ કોકેન મળી આવ્યું હતું. તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.’ પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે એ ડ્રગ્સ તેમણે ક્યાંથી મેળવ્યું હતું અને તેઓ એ કોને વેચવાના હતા.