25 April, 2023 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
વાશિમ જિલ્લાના જૈન દેરાસરની મૂર્તિનો વિવાદ ફરી પાછો ભડક્યો છે. જૈનોના દિગમ્બર સંપ્રદાયના લોકોએ મોરચો કાઢ્યો હતો અને જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે શિરપુરમાં આવેલા અંતરીક્ષજી પાર્શ્વનાથ જૈન મંદિરમાં આવેલી મૂર્તિને લેપન કરીને શ્વેતામ્બર સંપ્રદાયના લોકો એના મૂળ સ્વરૂપને બદલી રહ્યા છે.
પોલીસે જણાવ્યું કે ‘અંતરીક્ષજી પાર્શ્વનાથ મહારાજ દેરાસરની મૂર્તિના લેપનને લઈને સમુદાયના બે સંપ્રદાયો વચ્ચે છેલ્લાં ૪૨ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. એને લઈને બૉમ્બે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ઘણી બધી દલીલો અને અરજીઓ થઈ છે. સુપ્રીમ કોર્ટે ૨૨ ફેબ્રુઆરીએ વચગાળાનો ચુકાદો આપતાં શ્વેતામ્બરોને મૂર્તિને લેપ કરવાનો અધિકાર આપ્યો હતો. ગયા મહિને શિરપુરના સમુદાયનાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.’