લોકસભા બાદ વિધાન પરિષદની ચૂંટણીમાં પણ ઉદ્ધવ ઠાકરેનો ડંકો

02 July, 2024 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રૅજ્યુએટ્સ-ટીચર્સ કૉન્સ્ટિટ્યુઅન્સીની ચારમાંથી ત્રણ બેઠકમાં વિજય મેળવ્યો

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ગ્રૅજ્યુએટ્સ અને ટીચર્સ કૉન્સ્ટિટ્યુઅન્સીની મુંબઈ, કોકણ અને નાશિકની ચાર બેઠકમાંથી મુંબઈની બે બેઠકમાં ઉદ્ધવ ઠાકરેના ઉમેદવારોનો વિજય થયો છે. ગઈ કાલે ગ્રૅજ્યુએટ્સ અને ટીચર્સ કૉન્સ્ટિટ્યુઅન્સીની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મુંબઈ ગ્રૅજ્યુએટ્સ કૉન્સ્ટિટ્યુઅન્સીના શિવસેના (UBT-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ઉમેદવાર અનિલ પરબે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર કિરણ શેલારને ૨૬,૦૦૦ મતના માર્જિનથી હરાવ્યા હતા. આવી જ રીતે ટીચર્સ કૉન્સ્ટિટ્યુઅન્સીના શિવસેના (UBT)ના ઉમેદવાર જે. એમ. અભ્યંકરે BJPના શિવનાથ દરાડેને હરાવ્યા હતા.

કોંકણ ગ્રૅજ્યુએટ્સ કૉન્સ્ટિટ્યુઅન્સી બેઠકમાં BJPના નિરંજન ડાવખરે સામે કૉન્ગ્રેસના રમેશ કીરની લડત હતી, જેમાં નિરંજન ડાવખરેનો મોટા માર્જિનથી વિજય થયો હતો. નાશિક ટીચર્સ કૉન્સ્ટિટ્યુઅન્સીમાં પણ ઉદ્ધવ ઠાકરે જૂથના સંદીપ ગુળવેએ એકનાથ શિંદેની શિવસેનાના કિશોર દરાડેને હરાવ્યા છે.

maharashtra news maharashtra uddhav thackeray shiv sena mumbai mumbai news