27 April, 2023 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે (Mumbai-Pune Expressway) પર આજે એક મોટો અકસ્માત થયો છે. જેમાં સાતથી આઠ વાહનો એકબીજા સાથે જબરજસ્ત અથડાયાં હતા. આ અકસ્માત ખોપોલી (Khopoli) એક્ઝિટ પાસે થયો હતો. જેમાં અત્યાર સુધી ચાર જણ જખમી થયાં હોવાના અહેવાલ છે. અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.
મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર અકસ્માત સત થતા જ રહે છે. આજે પણ અહીં એક સકસ્માત થયો છે. આ અકસ્માત એક્સપ્રેસ-વેની મુંબઈ તરફ જતી લેન પર ખોપોલી એક્ઝિટ પાસે થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અકસ્માતને કારણે હાલ પૂરતા મુંબઈ તરફ જતા વાહનોને રોકી દેવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ પોલીસને આ બાબતની માહિતી આપવામાં આવી હતી. તાત્કાલિક પોલીસ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંથી ઘણા લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. આ અથડામણમાં ચાર મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
આ ર્દુઘટનાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, કેટલીક કાર અને ટ્રક એકબીજા સાથે અથડાય છે. ઉપરાંત, એક SUV ગાડીને બીજી કાર પર ચડેલી પણ જોઈ શકાય શકાય છે.
આ વીડિયોમાં વાહનોની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે, આ ટક્કર કેટલી ભયાનક અને ઘાતક હતી.
મળતી માહિતી પ્રમાણે, એક્સપ્રેસ-વે પર એક વાહને અચાનક બ્રેક મારી જેના પછી તેની પાછળ દોડી રહેલા તમામ વાહનોનું સંતુલન બગડ્યું અને તે એકબીજા સાથે અથડાયાં હતા. પોલીસ એ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે કે, તે કારના ડ્રાઈવરે એક્સપ્રેસ-વેની વચ્ચે શા માટે બ્રેક લગાવી.
આ પણ વાંચો – મુંબઈમાં ગયા વર્ષની સરખામણીએ રોડ-ઍક્સિડન્ટના બનાવ ઘટ્યા
અકસ્માતની વધુ વિગતો અને ઘાયલોની પરિસ્થિતિના વધુ સમાચારની રાહ જોવાઈ રહી છે.