17 April, 2023 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ સોમવારે જણાવ્યું હતું કે માનકોલી (Mankoli) ખાતે પાણીની પાઈપલાઈન ફાટવાને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો 24 કલાક માટે બંધ કરવામાં આવશે. મુંબઈ-નાશિક હાઈવે (Mumbai-Nashik Highway) પર માનકોલી પેટ્રોલ પંપ પાસે સોમવારે સવારે લગભગ 5 વાગ્યે પાણીની પાઈપલાઈન ફાટવાની ઘટના બની હતી. પાઈપલાઈન ફાટવાના કારણે સમારકામ માટે પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.
એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે નાગરિક સંસ્થાનો પાણી વિભાગ યુદ્ધના ધોરણે આ પાણીની ચેનલના સમારકામનું કામ કરી રહ્યું છે. સમારકામની કામગીરીના કારણે મંગળવારે સવારે 9 વાગ્યા સુધી શહેરમાં પાણી પુરવઠો બંધ રહેશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે “થાણે શહેરને પાણી સપ્લાય કરતી મુખ્ય પાણીની પાઈપ સોમવારે સવારે 5 વાગ્યે મુંબઈ-નાશિક હાઈવે પર આવેલા માનકોલી પેટ્રોલ પંપ પાસે ફાટી ગઈ હતી. તેના કારણે શહેરનો પાણી પુરવઠો બંધ થઈ ગયો છે. પાણી વિભાગ તેના સમારકામની કામગીરી હાથ ધરી રહ્યું છે. આ પાણીની ચેનલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આના કારણે મંગળવારે સવારે 9 વાગ્યા સુધી થાણે શહેરને પાણી પુરવઠો પ્રભાવિત થશે.”
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “બુધવાર સુધી પાણી પુરવઠો ઓછા દબાણ સાથે પૂરો પાડવામાં આવશે.” મહાનગર પાલિકાએ લોકોને સહયોગ આપવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડમાં હીટવેવથી 11ના મોત, CM દ્વારા 5 લાખ રૂ. વળતરની જાહેરાત
એક જ મહિનામાં બીજી વાર કાપ
થાણેના અનેક વિસ્તારો મુંબ્રા, દિવા, કલવા, માનપાડા, માજીવડેમાં એમઆઇડીસી દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. એમઆઇડીસીએ પાણીપુરવઠાની એની યોજના અંતર્ગત નાખેલી મોટી પાઇપલાઇનનું સમારકામ કરવાનું હોવાથી ૨૪ માર્ચના બપોરે ૧૨ વાગ્યાથી ૨૫ માર્ચના બપોરે ૧૨ વાગ્યાના ૨૪ કલાક દરમિયાન એ વિસ્તારોમાં પાણીપુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. એટલે એ વિસ્તારના નાગરિકોને પાણી સાચવીને વાપરવાનું જણાવાયું છે. એટલું જ નહીં, એ સમારકામ થઈ ગયા બાદ બીજા બે દિવસ પણ પાણી ઓછા પ્રેશરથી છોડવામાં આવ્યું હતું, એટલે પાણીની સપ્લાય ઓછી થશે એમ વધુમાં કહેવાયું હતું.