11 October, 2022 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ દેશમુખ
અહીંની સ્પેશ્યલ કોર્ટે સોમવારે રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને મુંબઈની ખાનગી હૉસ્પિટલમાં કૉરોનરી ઍન્જિયોગ્રાફી કરાવવા માટેની છૂટ આપી હતી.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે ગયા વર્ષે નવેમ્બરમાં અનિલ દેશમુખની મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી અને તાજેતરમાં બૉમ્બે હાઈ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે તપાસકર્તાએ જામીનના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
એનસીપીના સિનિયર નેતા ભ્રષ્ટાચારના અન્ય કેસના પણ આરોપી છે, જેની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા કરવામાં આવી રહી છે.
અનિલ દેશમુખે લાંચ-રૂશવતના કેસમાં પણ જામીન અરજી કરી છે અને સ્પેશ્યલ કોર્ટે સીબીઆઇને ૧૪ ઑક્ટોબર સુધીમાં પ્રત્યુત્તર આપવાનો હુકમ કર્યો છે.