15 July, 2024 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નીતા અંબાણી (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
બિઝનેસ મેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Radhika Wedding) આખરે 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. તેમ જ શુભ આશીર્વાદ સમારોહ પણ પૂર્ણ થઈ ગયો છે જેમાં પણ બૉલિવૂડ સેબેલ્સ સહિત ધાર્મિક ગુરુઓ અને અનેક મોટા નેતાઓએ પણ હાજરી આપીને નવપરિણીત કપલ અનંત અને રાધિકા રાધિકાને આશીર્વાદ આપ્યા હતા. તેમ જ વેડિંગ સેરેમનીના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે દુલ્હા અનંતના મમ્મી નીતા અંબાણીનો વીડિયો પણ હવે જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ માફી માગતા દેખાઈ રહ્યા છે. જો કે નીતા અંબાણીએ કોની માફી માગી તે બાબતે આપણે જાણીએ.
નવદંપતી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ લગ્નમાં આપવા દેશ-વિદેશથી લાખો હસ્તીઓ આવી હતી. 12 જુલાઈએ લગ્ન પહેલા બે વખત અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ અનેક લોકો સામેલ થયા હતા. તેમ જ લગ્નને બે દિવસથી જ મામેરું, હલ્દી અને સંગીત (Anant Radhika Wedding) સેરેમની શરૂ થઈ ગઈ હતી. અને હવે લગ્ન પૂર્ણ થયા બાદ નીતા અંબાણીનાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નીતા અંબાણી લગ્નમાં આવેલા દરેક મહેમાનોથી માફી માગતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં નીતા અંબાણી "જો આ લગ્નની ગરબડમાં અમારાથી કંઇક ખોટું થયું હોય તો અમને માફ કરજો" એમ કહેતા સંભળાઇ રહ્યા છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નીતા અંબાણીએ અનંત-રાધિકના રિસેપ્શનમાં મીડિયા (Anant Radhika Wedding) સમક્ષ હાજર થયા અને બધાનો આભાર માન્યો. તેમણે કહ્યું, “હેલો…તમે બધા ઘણા સમયથી મારા અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપી રહ્યા છો. તમારો ખૂબ ખૂબ ખૂબ આભાર… આ લગ્ન છે અને તમે અમારા આનંદમાં સહભાગી થયા તે ખૂબ જ સારી વાત છે. જો અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો, આ લગ્નનું ઘર છે એમ વિચારીને અમને માફ કરો. 12મી જુલાઈથી 14મી જુલાઈ સુધી અનંતા-રાધિકાનો લગ્ન સમારોહ ભવ્ય રીતે પૂર્ણ થયો હતો. તે બાદ, આજે 15 જુલાઈ સોમવારે સમારોહમાં યોગદાન આપનારા કર્મચારીઓ માટે અંબાણી પરિવાર દ્વારા એક ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. અનંત-રાધિકના લગ્ન ફાંકશનમા બૉલિવૂડ સહિત હૉલિવૂડના પણ અનેક જાણીતા સેલેબ્સે હાજરી આપી હતી. લગ્નમાં દરેક મહેમાનોએ ટ્રેડિશનલ ઇન્ડિયન આઉટફિટ પહેર્યો હતો તેમ જ ડાન્સ પણ કર્યો હતો. આ લગ્નમાં જોન સીના, કિમ કાર્ડિશિયન, સલમાન ખાન, શાહરુખ ખાન તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.