Anant-Radhika 2nd Pre-Wedding: ઇન્વિટેશન કાર્ડ જોયું? મોંઘેરાં મહેમાનોની સાથે ઉજવાશે કઈ જુદી-જુદી ઇવેન્ટ?

27 May, 2024 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Anant-Radhika 2nd Pre-Wedding: સેકન્ડ બેશમાં ભાગ લેવા માટે મહેન્દ્ર સિંઘ ધોની, રણબીર કપૂર, આલિયા ભટ્ટ તેમ જ તેમની પુત્રી રાહા સહિત સલમાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ફાઇલ તસવીર

થોડાક સમય પહેલા જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ બેશની વિગતો સામે આવી હતી. 28મી મેથી 30 મે દરમિયાન અંબાણી ફેમિલી દ્વારા લગ્ઝરી ક્રૂઝ પર લગભગ 800 મેહમાનોની ઉપસ્થિતિમાં આ ફંક્શન થશે તેવા અહેવાલ મળ્યા હતા. હવે આ સેકન્ડ પ્રી-વેડિંગ બેશનું ઇન્વિટેશન કાર્ડ (Anant-Radhika 2nd Pre-Wedding) પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. 

કોને કોને આમંત્રિત કરવામાં આવ્યા છે?

Anant-Radhika 2nd Pre-Wedding: એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે આ સેકન્ડ બેશમાં ભાગ લેવા માટે મહેન્દ્ર સિંઘ ધોની, રણબીર કપૂર, આલિયા ભટ્ટ તેમ જ તેમની પુત્રી રાહા સહિત સલમાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. વળી, તાજેતરમાં જ આ ઇવેન્ટ માટેનું ઇન્વિટેશન તેમ જ અતિથિઓની યાદી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

રોચક છે આ આમંત્રણપત્રિકા!

સેકન્ડ પ્રી-વેડિંગ (Anant-Radhika 2nd Pre-Wedding) ઇન્વિટેશન કાર્ડને જોઈએ તો તેની પર બોલ્ડ અક્ષરોમાં સરસ વાક્ય અંકિત કરવામાં આવ્યું છે. `La Vite E Un Viaggio` આનો અર્થ થાય છે `જીવન એક સફર છે` આ સાથે જ આમંત્રણ કાર્ડ પર લખવામાં આવ્યું છે કે આ એવો દિવસ છે કે જ્યારે મિત્રો ભેગા આવે છે, તે જીવનભરના સાહસથી કમ નથી. આ સાથે જ સેકન્ડ પ્રી-વેડિંગ ઈવેન્ટ ઈટાલી અને ફ્રાન્સમાં આયોજિત થવાની છે.

જુદી-જુદી થીમ પર જુદાં જુદાં ડ્રેસ કૉડ સાથે જાજરમાન જલસો!

સોશિયલ મીડિયા પર વાયરલ થયાનુસાર આમંત્રણપત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચાર દિવસ સુધી ચાલનાર આ પ્રી-વેડિંગ ઇવેન્ટ 29 મે, 2024થી શરૂ થશે. જે જે મહેમાનો આવવાના છે તે સૌને ઇટાલીમાં સિસિલીના શહેર પાલેર્મો ખાતે ઓન-બોર્ડ કરવામાં આવનાર છે. બોર્ડ પર જે મહેમાનોનું સ્વાગત થશે ત્યાં તેઓને વેલકમ લંચ પીરસવામાં આવનાર છે. 

જે દિવસે મહિમાનો આવશે એ જ દિવસની સાંજે થીમ બેઝ્ડ ઇવેન્ટ થશે. સૌ પ્રથમ `સ્ટેરી નાઇટ` થીમ પર ઇવેન્ટ થવાની છે. જેમાં વેસ્ટર્ન ફોર્મલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.  તે ઉપરાંત `અ રોમન હોલીડે`ની થીમ પણ પણ એક ઇવેન્ટનું આયોજન થવાનું છે. જેમાં ટુરિસ્ટ ચીકનો ડ્રેસ કોડ રાખવાં આવ્યો છે. આગળ વધીએ તો 30મી મેની રાત્રિએ `લા ડોલ્સે ફાર નિએન્ટે`ની થીમ પર ઇવેન્ટ થશે. ત્યારબાદ સવારે 1 વાગ્યે `ટોગા પાર્ટી`નો જાજરમાન જલસો કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસોમાં `વી ટર્ન્સ વન અન્ડર ધ સન`, `લે માસ્કરેડ` અને `પાર્ડન માય ફ્રેન્ચ`, `લા ડોલ્સે વિટા` જેવી થીમ પર પણ અનેક ઇવેન્ટ થનાર છે. જેમાં ઈટાલિયન સમરનો ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે.

આ રીતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ ફંક્શન્સ (Anant-Radhika 2nd Pre-Wedding)નું આયોજન ફ્રાન્સના સમુદ્રમાં એક અદ્ભુત ક્રૂઝ શિપ પર થવા જય રહ્યું છે. ત્યારબાદ આ બંને લવલી કપલ્સ 12મી જુલાઈના રોજ મંગળ ફેરા ફરશે.

mumbai news mumbai Anant Ambani radhika merchant nita ambani mukesh ambani france alia bhatt ranveer singh