અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગમાં કંઈક આ રીતે તૈયાર થયા નીતા અંબાણી, તસવીરો આવી સામે

08 June, 2024 04:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નીતા અને મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અને અંબાણી પરિવારની થનાર વહુ રાધિકા મર્ચન્ટ માટે ક્રૂઝ પર એક ભવ્ય પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું

તસવીર: અંબાણી અપડેટ

નીતા અંબાણી અને મુકેશ અંબાણી બિઝનેસ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે, જેઓ અદ્ભુત પોશાક પહેરીને બધાને ચોંકાવી દેવાની કોઈ તક છોડતા નથી. તાજેતરમાં, નીતા અને મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અને અંબાણી પરિવારની થનાર વહુ રાધિકા મર્ચન્ટ માટે ક્રૂઝ પર એક ભવ્ય પ્રી-વેડિંગ પાર્ટી (Anant-Radhika 2nd Pre-Wedding)નું આયોજન કર્યું હતું. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં માસ્કરેડ પાર્ટી પણ સામેલ હતી, જેની તસવીરો હવે સામે આવી છે, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયું છે.

નીતા અંબાણી 3D પર્પલ માસ્કરેડ ગાઉનમાં દેખાયા

ઇન્સ્ટાગ્રામ પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી (Anant-Radhika 2nd Pre-Wedding)માંથી નીતા અંબાણીની સુંદર તસવીર જાહેર થઈ છે. આ તસવીરો તેમની માસ્કરેડ પાર્ટીમાંથી બહાર આવી છે. આ પ્રસંગે નીતા અંબાણીએ જાંબલી રંગનો 3D ગાઉન પહેર્યો હતો. તેમાં ચારે બાજુ ચમકદાર વર્ક હતું અને નીતા અંબાણીએ તેને મેચિંગ રંગીન માસ્ક પણ પહેર્યું હતું.

નીતા અંબાણીએ તેને ન્યૂટ્રલ બેઝ અને પ્લમ-ટોનવાળી લિપસ્ટિક સાથે ન્યૂનતમ રાખ્યો હતો. તેણીએ હીરા અને રત્ન જડિત ઇયરિંગ્સ અને મેચિંગ નેકપીસથી તેના દેખાવને વધુ સુંદર બનાવ્યો હતો. નીતા અંબાણી (Anant-Radhika 2nd Pre-Wedding)એ સૉફ્ટ કર્લ્સ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને બ્રાઉન હાઇલાઇટ્સ સાથે ચમકદાર દેખાતા હતા.

મુકેશ અંબાણી તેમની પૌત્રી આદિયા સાથે પોઝ આપતાં જોવાં મળ્યાં

મુકેશ અંબાણી એક પ્રેમાળ પિતા અને દાદા છે જેમની દુનિયા તેમના પરિવારની આસપાસ ફરે છે. માસ્કરેડ બેશની ઝલકમાં મુકેશ અંબાણી તેમની પૌત્રી આદિયાને હાથમાં પકડીને કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. તેમણે ઈવેન્ટ માટે મરૂન અને સફેદ પોલ્કા ડોટ બો ટાઈ અને સફેદ શર્ટ સાથે બ્લેક ટક્સીડો પહેર્યો હતો.

કોકિલા અંબાણી પિંક કલરના કૉ-ઑર્ડ સેટમાં સુંદર દેખાતાં હતાં

કોકિલા અંબાણી એક શાનદાર દાદી જેવા દેખાતાં હતાં. તેમણે મહેમાનો સાથે ફોટોઝ પાડ્યા હતા. આ ઇવેન્ટ માટે તેમણે ગુલાબી રંગનો લેસી કૉ-ઑર્ડ સેટ પસંદ કર્યો હતો. તેણીના ટોચના ફીચર્ડ સિલ્વર બટનની વિગતો, જે તેમણે લેયર્ડ નેકલેસ અને સમાન શેડના માસ્ક સાથે પૂર્ણ કરી હતી. કોકિલા અંબાણી તેમની ઉંમર કરતાં ખૂબ જ યુવાન અને સુંદર દેખાતાં હતાં.

અંબાણી પરિવારની પાર્ટીમાં દેખાયું આ ગુજરાતી સ્ટાર કપલ

ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવારની આ માસ્કરેડ પાર્ટીમાં જાણીતા સિંગર પાર્થિવ ગોહિલ અને ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ગોહિલ પણ જોવાં મળ્યાં હતાં. કપલ એક તસવીરમાં મુકેશ અંબાણી સાથે દેખાઈ રહ્યું છે.

Anant Ambani radhika merchant Anant Ambani Radhika Merchant Wedding nita ambani mukesh ambani kokilaben ambani mumbai mumbai news