Anant Radhika 2nd Pre Wedding: સામે આવ્યો ક્રૂઝની અંદરથી પહેલો વીડિયો, આ મેગા સ્ટારે કર્યું પરફોર્મ

30 May, 2024 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતના જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ બાદ 5 સ્ટાર લક્ઝરી ક્રૂઝ પર બીજી પ્રી-વેડિંગ (Anant Radhika 2nd Pre Wedding) સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ફાઇલ તસવીર

ગુજરાતના જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ બાદ 5 સ્ટાર લક્ઝરી ક્રૂઝ પર બીજું પ્રી-વેડિંગ (Anant Radhika 2nd Pre Wedding) સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. બુધવાર 29મી મેથી શરૂ થઈને 31મી મે શુક્રવારના રોજ સમાપ્ત થનારી આ ઉજવણીએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી છે. ઇટલીથી ફ્રાંસ સુધીનું 4380 કિલોમીટરનું અંતર કાપનાર આ ક્રૂઝમાં બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત મોટી હસ્તીઓની ભીડ છે. 29મી બુધવારથી માલ્ટાથી `સેલિબ્રિટી એસેન્ટ ક્રૂઝ` પર પર્ફોર્મન્સ અને ફનનો દોર શરૂ થયો છે. હવે કેટલાક વીડિયો સમાચારમાં છે, જે ક્રૂઝ પરના પરફોર્મન્સનો પહેલો વીડિયો હોવાનું કહેવાય છે અને જેમાં અમેરિકન બેન્ડ બેકસ્ટ્રીટ બોયઝ પરફોર્મ કરતા જોવા મળે છે.

આ ક્રૂઝ પાર્ટીમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ જેવી ઘણી હસ્તીઓએ (Anant Radhika 2nd Pre Wedding) ભાગ લીધો છે. મહેમાનોની એન્ટ્રી સાથે જ ક્રુઝ પર ઉજવણી શરૂ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, 1990ના દાયકાના લોકપ્રિય બેન્ડ `બેકસ્ટ્રીટ બોયઝ`એ અહીં પરફોર્મ કર્યું હતું અને આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. જો કે, આ ઝલકમાં પરફોર્મ કરી રહેલા કલાકારોના ચહેરા સ્પષ્ટ દેખાતા નથી, પરંતુ તેઓ બેકસ્ટ્રીટ બોયઝ જેવા જ દેખાય છે.

કલાકારો મહેમાનો સામે પરફોર્મ કરતાં જોવા મળ્યા

વીડિયોમાં આ લોકો `બેકસ્ટ્રીટ્સ બેક` (Anant Radhika 2nd Pre Wedding) ગાતા જોવા મળે છે. જોકે, વીડિયો જોયા પછી લોકો વિશ્વાસ નથી કરી શકતા કે શું આ બેકસ્ટ્રીટ બોયઝ છે? કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયોમાં દેખાતા કલાકારો બેકસ્ટ્રીટ બોયઝ છે, જેમાં નિક કાર્ટર, હોવી ડોરો, બ્રાયન લિટ્રેલ, એજે મેકલીન અને કેવિન રિચર્ડસન સામેલ છે. ક્રુઝ પર મહેમાનોની સામે દરેક વ્યક્તિ સફેદ આઉટફિટમાં પરફોર્મ કરતાં જોવા મળે છે.

ક્રુઝના ઘણા વીડિયો સામે આવ્યા

આ અંબાણી પાર્ટી ક્રૂઝના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે ઉજવણી પહેલાના છે. આ વીડિયોમાં ક્રૂઝની અંદર ઘણા સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. તાજેતરમાં ઓરી જે ફિલ્મી હસ્તીઓની નજીક છે, તેણે કેટલીક ઝલક શેર કરી જેમાં તેણે ક્રૂઝની અંદરના તેના રૂમનો નજારો અને ઇટાલીના બીચની ઝલક બતાવી.

સમાચાર છે કે ક્રુઝ પર ઉજવણી કરવા માટે શાહરૂખ ખાન, તેનો પુત્ર આર્યન ખાન અને પુત્રી સુહાના ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને પુત્રી રાહા કપૂર, રણવીર સિંહ, કરીના કપૂર, કરિશ્મા કપૂર, કરણ જોહર, અનન્યા પાંડે, જાહ્નવી કપૂર, પિતા બોની કપૂર, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન અને દિશા પટણી જેવી ઘણી સેલિબ્રિટી અને સ્ટાર કિડ્સ પહોંચ્યા છે.

800 મહેમાનો માટે વ્યવસ્થા

આ ક્રુઝ પર લગભગ 800 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેના માટે 600 સ્ટાફ તહેનાત છે. એવા સમાચાર હતા કે આ મહેમાનોને રોમમાં ટૂર અને લંચ માટે લઈ જવાની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે.

Anant Radhika 2nd Pre Wedding: First video from inside the cruise surfaced, the mega star performed

 

Anant Ambani radhika merchant Anant Ambani Radhika Merchant Wedding mukesh ambani nita ambani mumbai mumbai news