21 May, 2024 04:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનંત રાધિકાના પ્રી-વેડિંગ માટે તૈયારીઓ
Anant-Radhika 2nd Pre-Wedding: મીડિયા રિપૉર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બીજા પ્રી-વેડિંગ બેશનું આયોજન 28મી મેથી 30 મે દરમિયાન કરવામાં આવશે. માહિતી છે કે અંબાણી પરિવાર એક લગ્ઝરી ક્રૂઝ પર લગભગ 800 મેહમાનોને હોસ્ટ કરશે.
ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફંક્શન્સના આયોજન બાદ મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ પાર્ટીની મેજબાની કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.
જામનગરમાં આયોજિત કરવામાં આવેલા ફંક્શનમાં મેટાના સંસ્થાપક માર્ક ઝકરબર્ગ, માઇક્રોસૉફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સ, રિહાના, સચિન તેંદુલકર, એમએસ ધોની, શાહરુખ ખાન, કેટરીના કૅફ અને આલિયા ભટ્ટ સહિત લગભગ 1,200 મહેમાનોએ ભાગ લીધો હતો.
મીડિયા રિપૉર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બીજા પ્રી-વેડિંગ બૅશનું આયોજન 28મેથી 30મે દરિમયાન કરવામાં આવશે. માહિતી છે કે અંબાણી પરિવાર એક લગ્ઝરી ક્રૂઝ પર લગભગ 800 મહેમાનોની મેજબાની કરશે. આ ક્રૂઝ ત્રણ દિવસમાં 4380 કિલોમીટરનું અંતર નક્કી કરશે અને ઈટલીથી દક્ષિણી ફ્રાન્સ સુધી જશે.
Anant-Radhika 2nd Pre-Wedding: આ પ્રી-વેડિંગ આયોજનના મેહમાનોના લિસ્ટમાં સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સામેલ થઈ શકે છે. 800 મેહમાનો સિવાય 600 હૉસ્પિટાલિટી સ્ટાફ પણ ક્રૂઝ પર હાજર રહેશે.
અનંત અંબાણી જુલાઈમાં તેમની લાંબા સમયની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. આ લગ્ન લંડનમાં થવાના છે. આ દંપતીએ 19 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈમાં સગાઈ કરી હતી. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ વિરેન મર્ચન્ટ અને ઉદ્યોગસાહસિક શૈલા મર્ચન્ટની પુત્રી છે.
ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન ટૂંક સમયમાં જ થવા જઈ રહ્યું છે.
માત્ર ભારતના જ નહીં પણ વિશ્વના ધનાઢ્યોમાં સ્થાન ધરાવનાર દિગ્ગજ બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના બીજા પ્રી-વેડિંગ ફંક્શન્સનું સેલિબ્રેશન 28થી 30 મે વચ્ચે થશે. એક ન્યૂધ એજન્સીના રિપૉર્ટ પ્રમાણે, અનંત અંબાણીના બીજા પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન ફ્રાન્સના સમુદ્રમાં એક અદ્ભુત ક્રૂઝ શિપ પર થવાનું છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન બંધનમાં બંધાશે.
ત્રણેય ખાન પણ આપશે આ કાર્યક્રમમાં હાજરી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ખૂબ જ ખાનગી રાખવામાં આવશે. આમાં અંબાણી પરિવાર સાથે જોડાયેલા ખાસ લોકોને જ સામેલ કરવામાં આવશે. સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન આ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી શકે છે. આ સિવાય કપૂર પરિવારમાંથી આલિયા ભટ્ટ પણ જોડાઈ શકે છે. નોંધનીય વાત એ છે કે આકાશ અંબાણી રણબીર કપૂરનો ખૂબ સારો મિત્ર છે. આ ફંક્શનમાં બચ્ચન પરિવાર પણ ભાગ લઈ શકે છે.