01 March, 2024 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુકેશ અંબાણી
આજથી શરૂ થઈ રહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં પ્રી-વેડિંગ ફંક્શન્સમાં હાજરી આપવા માટે સેલિબ્રિટીઝ તો પહોંચી ગઈ છે, પણ એ પહેલાં યોજાયેલા એક જમણવારમાં મુકેશ અંબાણીએ ઊભાં-ઊભાં જ મરચાં સહિતનાં ભજિયાંની જ્યાફત માણી હતી. જોકે સેલિબ્રેશનની શરૂઆત આજે સાંજે સાડાપાંચ વાગ્યે ‘ઍન ઈવનિંગ ઇન એવરલૅન્ડ’ થીમની પાર્ટીથી થશે. આમાં સૉફિસ્ટિકેટેડ કૉકટેલ અટાયર રાખવામાં આવ્યાં છે. બીજા દિવસે અંબાણીના ઍનિમલ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત પછી દેશી ઍક્ટિવિટીની મજા માટે સાંજે ‘મેલા રોગ’ રાખવામાં આવ્યું છે. ત્રીજા દિવસે સાંજે ‘હસ્તાક્ષર’ ઇવેન્ટ રાખવામાં આવી છે.